Myanmar Crisis Update 2026: મ્યાનમારના સૈન્ય શાસને લોકશાહીના પ્રણેતા અને સ્ટેટ કાઉન્સિલર આંગ સાન સૂ કીને જેલમાંથી મુક્ત કરીને હાઉસ અરેસ્ટ (નજરકેદ) માં રાખવાનો નિર્ણય કર્યો છે. 80 વર્ષીય સૂ કીની નબળી તબિયત અને બૌદ્ધ ધર્મના પવિત્ર તહેવાર ‘કસૌન પૂર્ણિમા’ને ધ્યાનમાં રાખીને સૈન્ય દ્વારા આ માનવતાવાદી પગલું લેવામાં આવ્યું છે.
સત્તાનું નવું સમીકરણ: જનરલ હ્લાઈંગ નવા રાષ્ટ્રપતિ
મ્યાનમાર (Myanmar) માં આ ફેરફાર એવા સમયે થયો છે જ્યારે સૈન્ય બળવાનું નેતૃત્વ કરનાર જનરલ મિન આંગ હ્લાઈંગ હવે સત્તાવાર રીતે દેશના નવા રાષ્ટ્રપતિ બન્યા છે.
સામાન્ય માફી: આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા મેળવવા માટે સૈન્ય શાસને પૂર્વ રાષ્ટ્રપતિ વિન મ્યિંટ અને અન્ય 4300 થી વધુ રાજકીય કેદીઓને પણ જેલમુક્ત કર્યા છે.
સજામાં ઘટાડો: સૂ કીને અગાઉ 33 વર્ષની સજા ફટકારવામાં આવી હતી, જે પાછળથી ઘટાડીને 22 વર્ષ અને 6 મહિના કરવામાં આવી છે.
આંગ સાન સૂ કી: સંઘર્ષ અને ભારત સાથેનો નાતો
શિક્ષણ: આંગ સાન સૂ કીએ ભારતની પ્રતિષ્ઠિત લેડી શ્રીરામ કોલેજમાંથી અભ્યાસ કર્યો છે, જેના કારણે ભારત સાથે તેમનો ખાસ લગાવ રહ્યો છે.
લોકશાહી માટે લડત: વર્ષ 1988 થી તેઓ મ્યાનમારમાં લોકશાહી માટે લડત આપી રહ્યા છે. વર્ષ 2021 માં સૈન્ય તખ્તાપલટ પછી તેમને ફરી જેલમાં મોકલવામાં આવ્યા હતા.
પારિવારિક વારસો: તેઓ મ્યાનમારના સ્વાતંત્ર્ય સેનાની આંગ સાનના પુત્રી છે.
પડકારો વચ્ચે Myanmar
હાલ મ્યાનમાર (Myanmar) માત્ર રાજકીય અસ્થિરતા જ નહીં, પણ આર્થિક પતન, વિનાશક ભૂકંપ અને આંતરિક વંશીય હિંસા જેવા ગંભીર પડકારોનો સામનો કરી રહ્યું છે. સૈન્ય શાસન દ્વારા સૂ કીને જેલમાંથી ઘરે ખસેડવાને વૈશ્વિક દબાણના પરિણામ તરીકે જોવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો :ઈરાન પર વધતું અમેરિકી દબાણ, 38 જહાજો રોક્યા બાદ શું પુતિન કરશે ઈરાનની મદદ?
