Navsari News: દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં મહિલા પોલીસે મોટી કાર્યવાહી કરીને દેહવ્યાપાર (Prostitution racket)ના ગેરકાયદેસર નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા રેલ્વે સ્ટેશન વિસ્તાર સામે આવેલી એક ગેસ્ટ હાઉસ (Guest House)માં લાંબા સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
માહિતી મુજબ, નવસારી મહિલા પોલીસને ખાનગી સૂત્રો મારફતે માહિતી મળી હતી કે રેલ્વે સ્ટેશન સામે આવેલી ‘જનતા ગેસ્ટ હાઉસ’માં દેહવ્યાપાર (Prostitution racket) ચલાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ પોલીસે ગુપ્ત નજર રાખી અને ડમી ગ્રાહક મોકલી માહિતીની ખાતરી કર્યા બાદ ઓચિંતી રેડ કરી હતી.
Prostitution racket: પોલીસે પાડી રેડ
પોલીસના દરોડા દરમિયાન ગેસ્ટ હાઉસ માં ભારે દોડધામ મચી ગઈ હતી. તપાસમાં સામે આવ્યું કે ગેસ્ટ હાઉસના સંચાલકો આર્થિક લાભ માટે બહારથી મહિલાઓને બોલાવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતા હતા.આ કાર્યવાહીમાં પોલીસે ગેસ્ટ હાઉસના માલિક સલીમ ગુલામ રસુલ શેખ અને મેનેજર ચંદ્રકાંત વોરાને ઝડપી પાડ્યા છે. સાથે જ સ્થળ પરથી બે ગ્રાહકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.
પોલીસે સ્થળ પરથી રોકડ રૂપિયા 1.26 લાખથી વધુ રકમ, પાંચ મોબાઈલ ફોન અને અન્ય વાંધાજનક સામગ્રી જપ્ત કરી છે. તમામ આરોપીઓ સામે ઈમોરલ ટ્રાફિકિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.પોલીસ હવે આ રેકેટના તાર અન્ય શહેરો સુધી જોડાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ કરી રહી છે. રેલ્વે સ્ટેશન જેવા જાહેર વિસ્તારમાં ચાલતા આ ગેરકાયદેસર ધંધાના પર્દાફાશથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો:જસદણમાં દેહવ્યાપારનો પર્દાફાશ: અમર ગેસ્ટ હાઉસમાંથી સંચાલક સહિત 3 ઝડપાયા
આ પણ વાંચો:સુરતના સરથાણા વિસ્તારમાં કુટણખાનું ઝડપાયું, કાફેની આડમાં ચાલતા દેહવ્યાપાર પર દરોડા
આ પણ વાંચો:સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી
