Rajkot News: જસદણ શહેરમાં પ્રથમ વખત ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવ્યાપાર (Prostitution)ના નેટવર્કનો પર્દાફાશ થતાં ભારે ચકચાર મચી ગઈ છે. નવા બસ સ્ટેન્ડ નજીક આવેલા અમર ગેસ્ટ હાઉસમાં પોલીસે મોડી રાત્રે રેડ કરીને એક મહિલા સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ, જસદણ પોલીસને લાંબા સમયથી ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ આધારે પોલીસે ગત મોડી રાત્રે અચાનક રેડ કરી હતી. રેડ દરમિયાન ગેસ્ટ હાઉસમાંથી શંકાસ્પદ પરિસ્થિતિમાં એક મહિલા મળી આવી હતી.
પોલીસે સ્થળ પરથી ગેસ્ટ હાઉસના સંચાલક અને કર્મચારી સહિત કુલ ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી અને લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

Prostitution લાંબા સમયથી ચાલતો હતો રેકેટ
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ગેસ્ટ હાઉસની આડમાં લાંબા સમયથી દેહવ્યાપાર (Prostitution)નો ધંધો ચાલી રહ્યો હતો. પોલીસ હવે આ રેકેટ સાથે જોડાયેલા અન્ય લોકો સુધી પહોંચવા માટે તપાસનો દોર વધારી રહી છે.
CCTV ફૂટેજ બનશે મહત્વપૂર્ણ કડી
પોલીસે ગેસ્ટ હાઉસમાં લાગેલા CCTV કેમેરાના DVR કબજે કર્યા છે. આ ફૂટેજના આધારે ગેસ્ટ હાઉસમાં આવતા-જતા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે. સાથે જ અન્ય સંડોવાયેલા શખ્સો સુધી પહોંચવા માટે સઘન પૂછપરછ ચાલી રહી છે.
આ પણ વાંચો:સોલામાં મસાજ પાર્લરની આડમાં ચાલતો દેહવ્યાપાર ઝડપાયો, 8 મહિલાઓ સહિત 4 આરોપીઓ સામે ગુનો
આ પણ વાંચો:સુરતના સરથાણા વિસ્તારમાં કુટણખાનું ઝડપાયું, કાફેની આડમાં ચાલતા દેહવ્યાપાર પર દરોડા
આ પણ વાંચો:દુનિયામાં એવા 6 દેશ છે જ્યાં ખુલ્લેઆમ ચાલે છે દેહવ્યાપાર, જાહેરાતો આપીને ગ્રાહકોને બોલાવવામાં આવે છે
