Gujarat Weather/ દેવભૂમિ દ્વારકામાં ધોધમાર વરસાદ, મુખ્ય માર્ગો પર ફરી વળ્યાં વરસાદી પાણી

દ્વારકા પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે ચરકલા રોડ પર આવેલ એક ગોડાઉનમાં કેડ સમા પાણી ભરાયા હતા. તેમજ પાણી ભરાતા અનેક મજૂરો ગોડાઉનમાં ફસાતા દ્વારકા પોલીસની ટીમે મોર્ચો સંભાળ્યો હતો.

Top Stories Gujarat Others

રાજ્યમાં વરસાદની તીવ્રતા યથાવત છે. ગુરુવારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી 162 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ 229 મીમી (9.15 ઇંચ) વરસાદ દેવભૂમિ દ્વારકામાં નોંધાયો હતો. જેના કારણે બધે માત્ર પાણી જ દેખાય છે. ખેતરો અને રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દ્વારકામાં માત્ર બે કલાકનાં સમયગાળા દરમિયાન અનરાધાર 7.5 ઈંચ જેટલો વરસાદ વરસી જતાં વિકટ પરિસ્થિતિ સર્જાઈ હતી. ખંભાળિયામાં 5 ઈંચ, કલ્યાણપુરમાં 4 ઈંચ વરસાદથી જળબંબાકાર થયો હતો.

દ્વારકા પંથકમાં ખાબકેલા ધોધમાર વરસાદના પગલે ચરકલા રોડ પર આવેલ એક ગોડાઉનમાં કેડ સમા પાણી ભરાયા હતા. તેમજ પાણી ભરાતા અનેક મજૂરો ગોડાઉનમાં ફસાતા દ્વારકા પોલીસની ટીમે મોર્ચો સંભાળ્યો હતો. પોતાના જીવની પરવા કર્યા વગર તમામ મજૂરોનું દિલધડક રેસક્યુ કરી તમામને સલામત રીતે દ્વારકા પોલીસે બહાર કાઢ્યા છે. પોલીસની આ કામગીરીથી લોકો ખુબજ પ્રભાવિત થયા છે.

દ્વારકા જિલ્લા માટે હવામાન વિભાગની મોટી આગાહી. દ્વારકામાં અત્યંત ભારે વરસાદ  ખાબકી શકે - Meteorological department big forecast for Dwarka district.  Dwarka may experience very heavy ...

ગઈકાલે દ્વારકામાં ભારે વરસાદ વરસ્યો હતો જેના પગલે દ્વારકા જિલ્લાના 8 જેટલા જળાશયો ઓવરફ્લો થયા હતા તેમજ નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા. આ સિવાય ભાણવડમાં વર્તું-2 ડેમના 5 દરવાજા 1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતા જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ કરાયા હતા.

બીજી બાજુ, છેલ્લા 4 કલાકમાં 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. આ દરમિયાન ખંભાળિયામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. કલ્યાણપુરમાં સાડા 3 ઈંચ વરસાદ પડ્યો છે. રાણાવાવ અને જૂનાગઢમાં 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકામાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. દ્વારકામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. જામખંભાળિયામાં મેઘરાજાએ 4 કલાકમાં 4 ઈંચ વરસાદ વરસાવ્યો છે. અનરાધાર વરસાદ વચ્ચે રસ્તા પર પાણી ભરાયા છે. મુખ્ય બજારમાં રસ્તા જળમગ્ન થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદથી રસ્તા જાણે નદી બન્યા હોય તેવા આ દ્રશ્યો સામે આવ્યા છે.

24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ, સૌથી વધુ દ્વારકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો -  Rain in 192 talukas in 24 hours, Dwarka received 9 inches of rain News18  Gujarati

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. વેરાડી -1, મીણસાર (વા.) સિંચાઇ યોજના, વર્તુ -1 અને કબરકા નામના ચાર મોટા ડેમ છલકાઈ ગયા હતા. કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે જળબંબાકાર જેવી પરિસ્થિતિ વચ્ચે વરસાદી પાણી દુકાનોમાં ઘૂસ્યા હતા. જેના પગલે વેપારીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

દ્વારકા-ભાટિયા હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોએ ભારે મુશ્કેલી અનુભવી હતી. ખંભાળિયા-પોરબંદર હાઈવે પર નદીઓમાં પૂર વહેતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો. ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં પણ આજના વરસાદથી આશરે ત્રણ ફૂટ નવા પાણીની આવક થતા ઘી ડેમની સપાટી 14 ફૂટે પહોંચી છે.

અતિ વૃષ્ટિ: દ્વારકા, કેશોદમાં 9 ઈંચ, માંગરોળ, પોરબંદર, જામનગર 7, ખંભાળિયા 6  ઈંચ, પૂરમાં તણાતા 4ના મોત | 9 inches in Dwark 7 in Mangrol Porbandar  amnagar 6 inches in Khambhaliya 4 ...

દ્વારકામાં જળબંબાકાર વરસાદ વરસતા જગતમંદિરના સ્વર્ગ દ્વાર પાસે આવેલ 56 સિડીના અલભ્ય દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમા હિલ સ્ટેશન પર ઝરણા વહેતા હોય તેવા દ્રશ્યો દ્વારકાના 56 સીડી પાસે આવેલા વિસ્તારોમાં જોવા મળ્યા હતા. લોકો ઝરણાના દ્રશ્યો જોઈ રોમાંચીત થયા હતા. દ્વારકામાં ભારે વરસાદને પગલે દ્વારકાવાસીઓ વરસાદની મોજ માણવા નિકળ્યા હતા.

હવામાન વિભાગે ગુજરાતમાં હજુ પણ વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદ યથાવત રહેવાની શક્યતાઓ વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે અને ક્યાંક અત્યંત ભારે વરસાદની શક્યતાઓ ચિંતા વધારી છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદનું જોર જોવા મળવાની આગાહી કરી છે.

આ પણ વાંચો:તથ્ય પટેલે કારની સ્પીડ અંગે કર્યો મોટો ખુલાસો, જાણો કેટલી ઝડપે દોડી રહી હતી જેગુઆર

આ પણ વાંચો:રાજયના 190 તાલુકામાં મેઘરાજાની મહેર,દ્વારકામાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ

આ પણ વાંચો:જામનગરના યુવાને વિદેશની ધરતી પર પોતાની તાકાત બતાવી, કુસ્તીબાજીમાં એક સાથે ત્રણ મેડલ મેળવીને દેશને ગૌરવ અપાવ્યુ

આ પણ વાંચો:ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપીઓની ધોળા દિવસ સરખેજ પોલીસ ઊંઘ ઉડાવશે