Not Set/ જૂનાગઢ વરસાદે લીધો પહેલો ભોગ, મેઘલ નદીનાં પૂરમાં તણાયેલ મહિલાનો મળ્યો મૃતદેહ ..

હવામાન ખાતાનાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આમ આગામી 16 તારીખથી વિધિગત રીતે ચોમાસુ બેસી રહ્યું છે, પરંતુ પ્ર-મોન્શુુન એક્ટિવિટીને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જીલ્લામાં અને ખાસ કરીને ગીરનાં જંગલ વિસ્તારોમાં સારો વરસાદ વરસતા જીલ્લાની અનેક નદીએ બેં કાંઠે જોવામાં આવી હતી. બસ આવી જ બે કાંઠે અચાનક પહોંચી ગયેલ મેઘલ […]

Gujarat Others

હવામાન ખાતાનાં જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આમ આગામી 16 તારીખથી વિધિગત રીતે ચોમાસુ બેસી રહ્યું છે, પરંતુ પ્ર-મોન્શુુન એક્ટિવિટીને કારણે હાલ સમગ્ર ગુજરાતમાં વરસાદ નોંધવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જીલ્લામાં અને ખાસ કરીને ગીરનાં જંગલ વિસ્તારોમાં સારો વરસાદ વરસતા જીલ્લાની અનેક નદીએ બેં કાંઠે જોવામાં આવી હતી. બસ આવી જ બે કાંઠે અચાનક પહોંચી ગયેલ મેઘલ નદીએ જીલ્લામાં આ વરસાદી મોસમનો પહેલો ભોગ લીધો હોટ તેવી ઘટનાને અંજામ આપ્યો હતો.

જી હા, માળીયા હાટીના તાલુકાનાં તરસીંગડા ગામે મેઘલ નદીમાં જંગલ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ભારે વરસાદને કારણે અચાનક પાણીનો આફતી પ્રવાહ આવ્યો હતો. અચાનક આવેલા પૂરને કારણે તરસીંગડા ગામે મેઘલ નદી ગાડું તણાતા, તેમા બેઠેલા એક  મહીલા નામે ભાવનાબેન કળથીયા વહેણમાં તણાયા હતા. પૂરમાં તણાયેલ મહિલા લાપતા બનતા સ્થાનિકો અને તંત્ર દ્વારા મહિલાની ગત મોડી સાંજથી શોધખોળ કરાઈ રહી હતી.

આપને જણાવી દઇએ કે,  ભાવનાબેન કળથીયા  તેના પતિ જેન્તી કળથીયા સાથે ખેતરેથી બળદ ગાડામાં બેસી માળિયા હાટીના તાલુકાના તરસિંગડા પોતાનાં ઘરે પરત આવતા આ ઘટના બની હતી. પૂરમાં તણાયેલ આ મહિલાની ભારે શોધખોળ બાદ આજે તેમનો મૃતદેહ જૂનાગઢની રેસ્ક્યુ ટીમ અને ગ્રામજનો ભારે જહેમત બાદ મળી આવ્યો છે.

આમ શરુઆતી વરસાદને કારણે મેધલ નદીનાં પૂરમાં મહિલા તણાયા અને મોત નિપજ્યાનાં સમાચારથી પંથક આખામા ભારે અરેરાટી ફેલાઇ જવામાં પામી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews