ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહેલી ટીમ ઈંન્ડિયાને ઈંગ્લેન્ડે 31 રને માત આપી ભારતીય ટીમનાં જીતનાં સિલસિલાને બ્રેક લગાવી દીધી છે. વિશ્વકપની 38મી મેચમાં બર્મિંઘમનાં એજબેસ્ટન ખાતે ઇંગ્લેન્ડે ભારતને મેચ જીતવા 338 રનનો લક્ષ્યાંક આપ્યો હતો પરંતુ ભારતીય ટીમ આ લક્ષ્યાંક સુધી પહોચી શકી નહોતી. મેચમાં હાર મળ્યા બાદ ભારતીય દર્શકો ઘણા નિરાશ થઇ ગયા હતા પરંતુ સૌથી વધુ દુ:ખ જો કોઇ નિરાશ થયુ હોય તો તે પાકિસ્તાન ક્રિકેટનાં દર્શકો હતા.

ટીમ ઈંન્ડિયાની હાર બાદ પાકિસ્તાનમાં ટ્વિટર પર ભારતીય ટીમ વિરુદ્ધ નારાજગી વ્યક્ત કરતા લોકોનું જાણે પૂર આવી ગયુ હતુ. પાકિસ્તાનમાં ટ્વિટર પર #fixed, #Dhoni, #indiavsengland ટોપ ટ્રેડ કરવા લાગ્યુ હતુ. જો કે પાકિસ્તાનની આ નારાજગીનું એક ખાસ કારણ પણ છે. પાકિસ્તાનને હવે માત્ર એક જ મેચ રમવાની છે, જેમા તેને કોઇ પણ રીતે જીતવુ જરૂરી છે. તેટલુ જ નહી પાકિસ્તાન પોતાની તે મેચ જીતે પણ છે તો પણ તેની સેમિફાઈનલમાં પહોચવાની રાહ અન્ય ટીમોનાં પ્રદર્શન પર ટકી છે. જો રવિવારે રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ મેચમાં જો ભારતે જીત મેળવી હોત તો પાકિસ્તાનની સેમિફાઈનલની રાહ થોડી આસાન બની શકતી.

રવિવારે ટીમ ઈંન્ડિયાની હાર બાદ પાકિસ્તાન ટીમનું સેમિફાઈનલમાં પહોચવાની આશા લગભગ ખતમ થઇ ગઇ છે. રવિવારે મેચ દરમિયાન જ્યારે ભારતીય બોલરો વિકેટ લેતા હતા કે બેટ્સમેન રન બનાવતા ચોક્કા અને છક્કા લગાવી રહ્યા હતા ત્યારે ભારતીય સમર્થકોની સાથે પાકિસ્તાનનાં સમર્થકો પણ ખુશ થતા હોવાનું સામે આવ્યુ હતુ. પરંતુ જ્યારે ટીમ ઈંન્ડિયાને ઈંગ્લેન્ડ સામે હાર મળી છે તો આ જ દર્શકો મેચને ફિક્સ બતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર નજર નાખવામાં આવે તો ભારતીય દર્શકોની સાથે પાકિસ્તાનનાં દર્શકો પણ આ હારનાં કારણે વધારે નારાજ થયા છે.

એક યૂઝર્સે તો ત્યા સુધી લખ્યુ કે, જે ટીમને શ્રીલંકા, પાકિસ્તાને હરાવી દીધી તે ટીમને ભારતીય ટીમ હરાવી ન શકી. તેટલુ જ નહી ટ્વિટર પર અલગ-અલગ પ્રકારનાં આંકડાઓ આપી પાકિસ્તાન મેચને ફ્કિસ સાબિત કરવાનો પૂરો પ્રયત્ન કરી રહી છે અને સાથે ગુસ્સો પણ વ્યક્ત કરી રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
