Not Set/ હાર્દિક પટેલ મુંબઇમાં શિવસેના માટે કરશે પ્રચાર, ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત

મુંબઇઃ ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુબઇમાં બાંદ્રા સ્થિત તેમના નિવાસ સ્થાન માતોશ્રી પર મુલાકાત કરશે. શિવસેના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી સુભાષ દેસાઇએ કહ્યું હતું કે, પટેલ બીએમસી ચુંટણીમાં શિવસેના ઉમેદવારો માટે વોટ માંગશે. બીજી તરફ મુંબઇ બીજેપી અધ્યક્ષ આશિષ શેલારે બીએમસી ચૂંટણીમાં શિવસેના પર કૉંગ્રેસની […]

Gujarat India
hardikpatelpti m1 હાર્દિક પટેલ મુંબઇમાં શિવસેના માટે કરશે પ્રચાર, ઉદ્ધવ ઠાકરે સાથે કરશે મુલાકાત

મુંબઇઃ ગુજરાત પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ આજે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુબઇમાં બાંદ્રા સ્થિત તેમના નિવાસ સ્થાન માતોશ્રી પર મુલાકાત કરશે. શિવસેના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી સુભાષ દેસાઇએ કહ્યું હતું કે, પટેલ બીએમસી ચુંટણીમાં શિવસેના ઉમેદવારો માટે વોટ માંગશે. બીજી તરફ મુંબઇ બીજેપી અધ્યક્ષ આશિષ શેલારે બીએમસી ચૂંટણીમાં શિવસેના પર કૉંગ્રેસની મીલિભગતનો આરોપ લગાવ્યો છે.

શેલારે શિવસેના અને કૉંગ્રેસ વચ્ચે ટિકિટની વહેંચણીમાં સાંઠગાઠ થઇ હોવાનો આરોપ લગાવ્યો છે. બન્ને પક્ષોએ  બીજેપીના ઉમેદવાર હરાવવા માટે એક બીજા સામે કમજોર ઉમેદવાર ઉતાર્યા છે.  ચુંટણીમાં વોર્ડ નંબર 70 માટે કૉંગ્રેસે પૂનમ કુબલનું એલાન કર્યું હતું. જ્યારે શિવસેનાના ઉમેદવારના નામની જાહેરાત બાદ કૉંગ્રેસ પોતાના જાહેર કરેલા ઉમેદવારને બદલી દીધો છે. બીજેપીએ દાવો કર્યો છે કે, કૉંગ્રેસ અ શિવસેનાએ આવી મિલીભગત 42 સીટો પર કર્યું છે.