Gujarat election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું સૌપ્રથમ પરિણામઃ ધોરાજીથી ભાજપના ડો. મહેન્દ્ર પાડલિયા જીત્યા

Gujarat election 2022ના બે તબક્કાની ચૂંટણી પછી પ્રથમ પરિણામ 10-27 વાગે આવ્યું છે. તેમા ધોરાજીથી ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર પાડલિયા જીત્યા છે. વારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે.

Gujarat Gujarat Assembly Election 2022
BJP Mahendra ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022નું સૌપ્રથમ પરિણામઃ ધોરાજીથી ભાજપના ડો. મહેન્દ્ર પાડલિયા જીત્યા

Gujarat election 2022ના બે તબક્કાની ચૂંટણી પછી પ્રથમ પરિણામ 10-27 વાગે આવ્યું છે. તેમા ધોરાજીથી ભાજપના ઉમેદવાર ડો. મહેન્દ્ર પાડલિયા જીત્યા છે. વારના 8 વાગ્યાથી 37 મતગણતરી કેન્દ્રો પર 182 સીટની મતગણતરી શરૂ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામાં મુખ્યમંત્રી સહિત 20 મંત્રીઓ મળીને કુલ 1621 ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી કરશે. ટ્રેન્ડમાં ભાજપે 150ની સીટ વટાવી જતા પ્રદેશ કાર્યાલય કમલમ પર જીતની ઉજવણીની તૈયારીઓ થઈ ચૂકી છે.

2017માં ભાજપને 99, કોંગ્રેસને 77, NCP-1, BTP-2 અને 3 સીટ અપક્ષને મળી હતી. આ ત્રણ અપક્ષમાં જીજ્ઞેશ મેવાણી(હાલ કોંગ્રેસમાં), રતનસિંહ રાઠોડ(ભાજપના સાંસદ) અને ભૂપેન્દ્ર ખાંટ(નિધન થઈ ગયું)નો સમાવેશ થાય છે.

સમગ્ર મતગણતરી પ્રક્રિયા માટે 182 કાઉન્ટિંગ ઓબ્ઝર્વર્સ, 182 ચૂંટણી અધિકારી અને 494 મદદનીશ ચૂંટણી અધિકારી ફરજ બજાવશે. આ મતગણતરી અંતર્ગત રિટર્નિંગ ઑફિસર/આસિસ્ટન્ટ રિટર્નિંગ ઑફિસર, ઉમેદવાર-કાઉન્ટીંગ એજન્ટ્સ તથા ચૂંટણી પંચ દ્વારા નિમણૂંક પામેલા ઑબ્ઝર્વર્સની હાજરીમાં સ્ટ્રોંગરૂમમાંથી EVM બહાર કાઢી કાઉન્ટીંગ હૉલમાં ગોઠવવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

Election Result/ગુજરાતમાં કોંગ્રેસે સ્વીકારી હાર, ભાજપ ઐતિહાસિક 150 બેઠક પર આગળ

Election Result/ગુજરાતમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ આગળ, કમલમમાં ઉજવણી શરૂ

Election Result/આમ આદમી પાર્ટીએ કોંગ્રેસના મત કાપ્યા! ભાજપ 134 બેઠકો પર આગળ