Kutchh News : કચ્છ ભૂજમાં મકાનની આકારણી માટે એક વ્યક્તિ પાસેથી બે લાંચની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ આ કેસમાં કચ્છ ભૂજના કુકમા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી વાઘસિંહ ટી.વાઘેલા અને ખાનગી વ્યક્તિ નિરવ વી.પરમારની લાંચ લેતા ધરપકડ કરી હતી. જ્યારે ગ્રામ પંચાયતના સભ્ય ઉત્તમ એસ.રાઠોડ વિરૂધ્ધ ગુનો નોંધીને તેની શોધ હાથ ધરી છે.
આ કેસની વિગત મુજબ ફરિયાદીને પોતાના કુકમા ગામમાં આવેલા મકાનની આકારણી દાખલ કરાવવા તલાટી વાઘસિંહ વાઘેલા અને ઉત્તમ રાઠોડનો સંપર્ક સાધ્યો હતો. જેમાં તેમણે આ કામ કરી આપવા માટે રૂ.4,00,000 ની લાંચ માંગી હતી. અને એડવાન્સ પેટે 2 લાખ આપવાનો વાયદો કર્યો હતો. બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંઘાવતા એસીબીના અધિકારીઓએ કચ્છ ભુજમાં કુકમા ગામ બસ સ્ટેન્ડ પાસે શિવસાગર નાસ્તા સેન્ટર પાસે જાળ બિછાવીને તલાટી વાઘસિંગ વાઘેલા અને નિરવ રાઠોડની 2 લાખની લાંચ લેતા ધરપકડ કરી હતી. જ્યારે સભ્ય ઉત્તમ રાઠોડની શોધ હાથ ધરી છે. નિરવ તલાટી અને સભ્ય વતી નિયમિત નાણાં ઉઘરાવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
આ પણ વાંચો: જુનાગઢમાં સોનાના દાગીનાની લૂંટનો મામલો, ફરિયાદી જ નીકળ્યો આરોપી
આ પણ વાંચો:જુનાગઢના જે.કે.સ્વામી વિરૂધ્ધ ગુનો દાખલ
આ પણ વાંચો: જુનાગઢમાં તારાજી સર્જાતા લોકોએ તંત્રને આપ્યો દોષ
