Not Set/ સુરતની ગોઝારી ઘટનાથી ધડો લેતું રાજ્યભરનું નિંદ્રાધીન સરકારી તંત્ર, ક્લાસીસ બંધનાં વછુટ્યાં આદેશ

સુરતમાં સરથાણાનાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 20 નિર્દોષ વિદ્યાર્થીઓનાં જીવ ગયા છે. અને અફટર શોક છેટ દિલ્હી સુધી અનુભવવામાં આવ્યો છે. દિલ્હીમાં બેઠેલા PM મોદી દ્રારા પણ ઘટના પર ત્વરીત પ્રતિક્રિયા આપવામાં આવતા. સુરતની ગોઝારી આગની ઘટનાના પડઘા ગાંધીગનરથી લઈને રાજધાની દિલ્હી સુધી પડ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ઘટના બાદ સરકારી તંત્ર સફાળુ […]

Top Stories Ahmedabad Rajkot Gujarat Surat Vadodara Others

સુરતમાં સરથાણાનાં તક્ષશિલા કોમ્પ્લેક્ષમાં લાગેલી આગમાં 20 નિર્દોષ વિદ્યાર્થીઓનાં જીવ ગયા છે. અને અફટર શોક છેટ દિલ્હી સુધી અનુભવવામાં આવ્યો છે. દિલ્હીમાં બેઠેલા PM મોદી દ્રારા પણ ઘટના પર ત્વરીત પ્રતિક્રિયા આપવામાં આવતા. સુરતની ગોઝારી આગની ઘટનાના પડઘા ગાંધીગનરથી લઈને રાજધાની દિલ્હી સુધી પડ્યાં હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે ઘટના બાદ સરકારી તંત્ર સફાળુ જાગ્યું છે અને રાજ્યનાં અનેક જીલ્લામાં શિક્ષણ ક્લાસિસને લઈને કડક આદેશ છુટતા જોવા મળી રહ્યા છે.

અમદાવાદના મ્યૂનિશિપલ કમિશનર આશિષ નહેરાએ અમદાવાદમાં ચાલતા તમામ શૈક્ષણિક ટ્યૂશન ક્લાસિસ બંધ કરવાના આદેશ કર્યા છે અને બીજા આદેશો આપવામાં ન આવે ત્યા સુધી ક્લાસીસ બંધ જ રાખવાની સ્પષ્ટ સુચના આપવામાં આવી છે. તો રાજકોટમાં પણ તમામ ટ્યુશન ક્લાસીસો પર પ્રતિબંધ મુકી ફાયર સેફ્ટીની તપાસ હાથ ધરવાનાં આદેશો વછુટ્યા છે. ગુજરાતના અનેક જીલ્લાનાં સરકારી તંત્રએ સુરતની ઘટનાથી ધડો લીધો હોય તેમ તાપી જિલ્લામાં, અરવલ્લી જીલ્લામાં, બનાસકાંઠ જીલ્લામાં, તેમજ ગાંધીનગરમાં પણ ટ્યુશન અને ક્લાસીસો પર પ્રતિબંધ જાહેર કરી દેવામાં આવ્યા છે. તેમજ તમામ શૈક્ષણીક સંસ્થાનોમાં

Takshshila Apartment

રાજ્યમાં જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જ્યાં સુધી ફાયર સેફટી ચકાસણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આવી તેમજ તમામ શૈક્ષણીક સંસ્થાનો પર પ્રતિબંધ રહેશે અને તમામ સ્થાના સંચાલકોને ફાયર સેફટીનાં પ્રમાણપત્રો રજુ કરવા પણ આદેશ આપવામાં આવ્યો છે. જ્યાં પણ ફાયર સેફટીનાં ધારા ધોરણનું ઉલ્લંધન જોવા મળશે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાવામાં આવશે.

માત્ર ટ્યુશન ક્લાસીસ કેમ તમામ બિલ્ડિંગ બાયલોજીકલ નિયમોનું કડકાઈથી પાલન કરવા પણ આદેશ આપવામાં આવી ગયા છે.  બહુમાળી બિલ્ડીંગોમાં ફાયરસેફ્ટી જરૂરી છે અને  ફાયર સેફ્ટીના અભાવના મામલે કડક પગલાં લેવાશે તેવું તંત્ર દ્રારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદ પોલીસ કમિશનરે સ્પષ્ટ કર્યું છે કે ફાયર સેફટીનું NOC હોય કે ન હોય તમામ ઇમારતોમાં ચેકીંગ કરવામા આવશે અને નિયમો વિરુધ જણાતા તમામ બિલ્ડીંગો સામે અને સંસ્થાનો સામે કડક હાથે કામ લેવામાં આવશે. આપને જણાવી દઇએ કે હાલમાં જ અમદાવાદની એક બાળકોની હોસ્પીટલમાં આગ લાગી હતી અને ફાયર ટીમની સમય સુચકતાનાં હિસાબે માટી દુર્ધટના ઘટતા રહી ગઇ હતી.

[embedyt] https://www.youtube.com/watch?v=uAElKaIVNWA[/embedyt]