રાજકોટ/ સફાઈકર્મીના મૃત્યુનો મામલો, મૃતકના પરિવારની નોકરી અને મકાન આપવાની માંગ

રાજકોટના મહુડી ફાયર સ્ટેશન નજીક આવેલા સમ્રાટ સોસાયટી મેઇન રોડ પર ગઈકાલે બપોરના સમયે ભૂગર્ભ ગટરની સાફ-સફાઈની કામગીરી દરમિયાન ગેસ ગળતરથી એક મજૂર ભૂગર્ભ ગટરમાં બેભાન થઈ ગયો હતો.

Gujarat Rajkot
રાજકોટ

રાજકોટમાં ગઈકાલે ભૂગર્ભ ગટરની સફાઇ કરવા ઊતરતાં બે મજૂરનો મોત થયા હતા. જે બાદ આજે રાજકોટ સિવીલ હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો. કોન્ટ્રાક્ટર અને મજૂરનું મૃતદેહ થયું હતું. કોન્ટ્રાક્ટરના પરિવારજનોએ મૃતદેહ સ્વીકાર્યો. મજૂરના પરિવારે મૃતદેહ સ્વીકારવા ઈન્કાર કર્યો. મૃતકના પરિવારની નોકરી અને મકાન આપવાની માંગ કરવામાં આવી. માંગ ન સ્વીકારાય તો ઉગ્ર વિરોધની ચિમકી આપવામાં આવી. આપને જણાવી દઈએ કે, રાજકોટ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરના કામ માટે એક મજૂર ગટરની સફાઇ માટે અંદર ઉતર્યો હતો. અંદર ઊતરતાં જ ઝેરી ગેસની અસરથી બેભાન થયો હતો. તેને બચાવવા તરત કોન્ટ્રાક્ટર પણ અંદર ઊતરતાં તેમનું પણ મોત નીપજ્યું હતું.

ઘટનાની ગંભીરતાને જોતા શાસક પક્ષના નેતા વિનુ ઘવા અને રાજકોટ મહાનગરપાલિકાના સીટી ઇજનેર સહિતના અધિકારીઓ સિવીલ હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવારજનોને સાંત્વના આપી હતી. આ ઘટના અંગે સીટી ઇજનેર એચ.એમ.કોટકે કહ્યું હતું કે ભૂગર્ભ ગટર સાફ સફાઇ માટેના તમામ સાધન સામગ્રી ત્યાં ઉપસ્થિત છે. જો કે મેઇન હોલ ખોલતા સમયે આ ઘટના બની છે. જો કે આ કિસ્સામાં મહાનગરપાલિકા પુરતી તપાસ કરાવશે અને કઇ રીતે ઘટના બની તેની સમિક્ષા કરીને નિયમ મુજબની તમામ કાર્યવાહી કરશે.

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો ગઈકાલે સાંજના સમયે મવડી ફાયર વિભાગની ઓફીસ નજીક આવેલા સમ્રાટ મેઇન રોડ આવેલી ભૂગર્ભ ગટરમાં મજૂર ગટરની સાફ સફાઈ માટે અંદર ઉતર્યો હતો. જેવા જ આ બંને મજૂર ગટરની અંદર ઉતર્યો જેના કારણે તેને ગૂંગળામણ થવા માંડી હતી અને ગટરની અંદર રહેલા ઝેરી ગેસના કારણે આ બેભાન થઈને પડી ગયો હતો. ત્યારે તેના બચાવવા બીજો યુવક પણ અંદર ઊતર્યો હતો. આ ઘટનાની જાણ ફાયર વિભાગની થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ બંનેને ગટરની અંદરથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ તાત્કાલિક તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં પરંતુ બંનેને વધુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો:અંબાજી મંદિરના વિવાદ બાદ હવે પાવાગઢમાં શ્રીફળ લઈ જવા પર પ્રતિબંધ

આ પણ વાંચો:લીંબડીમાં મોસમી ફલૂ જેવા કફના રોગ સામે લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા અનોખી પહેલ

આ પણ વાંચો:ભાવનગર કમોસમી વરસાદે ખેડૂતો ને રાત પાણીએ રોવડાવ્યા, ડુંગળી પર ફરી વળ્યું પાણી

આ પણ વાંચો:ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું, જાણો ક્યાં થયું 81 વર્ષના વૃદ્ધનું મોત

આ પણ વાંચો:હવે આ ખાસ સુવિધા પર તૈયાર થશે શ્રી સોમનાથ મંદિરનો પ્રસાદ અને જમવાનું