Covid 19/ ગુજરાતમાં ફરી કોરોનાએ માથું ઉચક્યું, જાણો ક્યાં થયું 81 વર્ષના વૃદ્ધનું મોત

81 વર્ષીય કોરોના પોઝિટિવ વૃદ્ધનું મૃત્યુ થતાં કોવિડ પ્રોટોકોલના આધારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Gujarat Others
કોરોના

ભરૂચના ઝઘડિયા તાલુકાના 81 વર્ષીય વૃદ્ધ કોરોનાનો ભોગ બન્યા છે.હાલ કોરોના ફરી વકરી રહ્યો છે,ત્યારે રાજ્યમાં 11 દિવસમાં કોરોનાને કારણે બીજું મૃત્યુ થયું છે.વૃદ્ધને 15 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો  કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.

ઝઘડીયા તાલુકાના વાસણા ગામે રહેતા 81 વર્ષીય વૃદ્ધ ગત તા. 15મી માર્ચથી ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. જોકે, તેઓએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ દરમ્યાન કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓનું મોત નીપજ્યું હતું, ત્યારે સ્પેશ્યલ કોવિડ સ્મશાન ખાતે તેઓના અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા હતા. કોરોનાના નવા વેરીયન્ટના કારણે દહેશતનો માહોલ છે, ત્યારે કોરોના ફરીથી માથુ ઊંચકી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. આવા સમયે સાવચેતી એ જ સલામતી સૂત્રને અનુરૂપ માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરીયે તે ખૂબ જરૂરી બન્યું છે. ભરૂચમાં કોરોના કાળ દરમિયાન રાજ્યનું પ્રથમ કોવીડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું,જેમાં 236 દિવસ બાદ ચિત્તા સળગી હતી.

ભરૂચ જિલામાં સૌપ્રથમ કોવીડ સ્મશાન

કોરોનાની બીજી લહેર દરમિયાન ભરૂચ જિલ્લામાં નદી કિનારે કોવીડનું અલગ સ્મસાન બનાવવામાં આવ્યું હતું. જેમાં આટલા સમય પછી આજે 236 ચિતાઓ સળગી હતી. આજે તે સ્મશાનમાં વૃદ્ધની અંતિમ વિધિ કરવામાં આવી હતી. હાલ કોરોનાના કેસોમાં વધારો  થઇ રહ્યો છે ત્યારે લોકોને ફરી સાવચેત રહેવાની જરૂર ઉભી થઇ છે.

આ પણ વાંચો:રાજકોટમાં વધુ એક વ્યક્તિનું ક્રિકેટ રમતા મોત, પરિવાર શોકમાં ગરકાવ

આ પણ વાંચો:જસદણમાં બે મૃત વ્યકિતઓને જીવતા બતાવી ખેતીની જમીન પચાવી પાડી, બે શખ્સોની ધરપકડ

આ પણ વાંચો:અમદાવાદમાં રસ્તા પર જ યુવકે પત્નીને આપી દીધા ‘ત્રિપલ તલાક’

આ પણ વાંચો:મહાઠગ કિરણ પટેલને સુરતના ડાયમંડ અગ્રણીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું