Ahmedabad/ કલગીએ કરી કમાલ..! રાજ્યની પહેલી દિવ્યાંગ દીકરી NIOS ની ધોરણ12ની પરીક્ષા આપશે

કલગીએ કરી કમાલ..! રાજ્યની પહેલી દિવ્યાંગ દીકરી NIOS ની ધોરણ12ની પરીક્ષા આપશે

Top Stories Gujarat
congress 7 કલગીએ કરી કમાલ..! રાજ્યની પહેલી દિવ્યાંગ દીકરી NIOS ની ધોરણ12ની પરીક્ષા આપશે
@આયુષી યાજ્ઞિક, અમદાવાદ 
સામાન્ય વિદ્યાર્થીઓ પણ જે નથી કરી શકતા તે અમદાવાદની દિવ્યાંગ વિધાર્થીની કલગી રાવલ કરી રહી છે. કલગીએ પહેલા ધોરણથી જ અંધશાળાને બદલે સામાન્ય શાળામાં નોર્મલ વિદ્યાર્થીઓ સાથે અભ્યાસ કર્યો છે અને પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. એટલું જ નહિ કલગીની શૈક્ષણિક કારકિર્દીમાં તેણે કયારેય બ્રેઇલ લિપિમાં અભ્યાસ કર્યો નથી પણ ટેકનોલોજીના માધ્યમથી મોબાઈલ ફોન અને લેપટોપના ઉપયોગથી આપમેળે આગળ વધી છે.
કલગી હવે  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલીગની પહેલી દિવ્યાંગ પરિક્ષાર્થી બનશે. આમ તો કોરોના વાયરસના સંક્રમણ બાદ ગુજરાતમાં શૈક્ષણિક કાર્ય અટવાઈ પડ્યું હતું. જોકે વર્ષ 2021માં ગુજરાતમાં પહેલીવાર બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. સમગ્ર દેશમાં શરૂ થઈ રહેલી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની ધોરણ12ની પરીક્ષામાં અમદાવાદની સૌ પહેલી દિવ્યાંગ  કલગી રાવલ  પરિક્ષાર્થી બનશે.

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ કે સેન્ટ્રલ બોર્ડની પરીક્ષા તો મેમાં યોજાશે પણ ગુજરાત માં સૌથી પહેલા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ ની ધોરણ12 ની ઓક્ટોબરમાં મોકૂફ રહેલી પરીક્ષા 27 જાન્યુઆરીથી યોજાઈ રહી છે. કોરોનાના 9 મહિના દરમિયાન સામાન્ય વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરી રહ્યા હતા ત્યારે કલગીએ કોઈ પણ શિક્ષક કે શાળા વિના ઘેર બેસીને NIOSની અંગ્રેજી મીડીયમની પરીક્ષાની તૈયારી કરી હતી.

આ પરીક્ષા માટે અમદાવાદની આ વિધાર્થીનીએ પણ ફોર્મ ભર્યું હતું અને કોરોનાના સમય દરમિયાન ઘેર બેસીને કોઈ પણ શિક્ષક કે શાળા સિવાય જાતે મોબાઈલના માધ્યમથી પરિક્ષાની સંપૂર્ણ તૈયારી કરી હતી. કલગીના પિતા જણાવે છે કે કલગીએ અમદાવાદની પહેલી વિદ્યાર્થીની છે કે, જે ધોરણ 10 પછી સીધી ધોરણ12ની પરીક્ષા આપશે. કલગી એ પહેલી વિદ્યાર્થીની છે કે જે કોરોના સમયમાં યોજાનારી ધોરણ12 ની નેશનલ ઓપન સ્કૂલિંગની પરીક્ષામાં બેસશે.

કલગી એ અગાઉ પણ ધોરણ 5 સુધી સામાન્ય શાળામાં અભ્યાસ કર્યા બાદ ડાયરેકટ ધોરણ10 ની પરીક્ષા ગુજરાત બોર્ડમાંથી આપી હતી.  તે પછી સીધી જ ધોરણ12 ની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગમાંથી પરીક્ષા આપી રહી છે. એટલે કે ધોરણ10 માં ગુજરાતના સામાન્ય વિદ્યાર્થીઓ સાથે કલગી રાવલે હરીફાઈ માં રહી ને ધોરણ10 માં 76 ટકા સાથે પાસ થઈ હતી. હવે સીધી જ ધોરણ 12માં NIOSમાં દેશભરના વિદ્યાર્થીઓ સાથે હરીફાઈ માં પરીક્ષા આપશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…