મહાઠગ/ મહાઠગ કિરણ પટેલને સુરતના ડાયમંડ અગ્રણીએ કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યું

સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા સાથે થયેલી વાતચીતમાં દિનેશ નાવડીયા એ જણાવ્યું કે, તેણે મારો પહેલી વખત સંપર્ક કર્યો હતો. ત્યારે પોતાની ઓળખ પીએમઓ ઓફિસર તરીકે આપી હતી.

Gujarat Surat
કિરણ પટેલ

PMO માં અધિકારી તરીકેની ઓળખ આપીને છેતરપીંડી કરનાર કિરણ પટેલના એક બાદ એક કરતૂત સામે આવી રહ્યા છે. આ ઠગનો કારસ્તાનના છેડા હવે સુરત પહોંચી ગયા છે. સુરતના ઉદ્યોગપતિને અમદાવાદ અને જમ્મુ-કાશ્મીરમાં પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કિરણ પટેલનો કિસ્સો આવતાની સાથે હવે એવા અનેક લોકો સામે આવી રહ્યા છે. જેમની સાથે સંપર્ક કરીને કિરણ પટેલ પોતાનો રોફ જમાવતો અને સતત મોટા લોકોનો કોન્ટેક્ટ કરીને તેમની સાથે મિત્રતા કેળવીને ઠગવાનો ઇરાદો હોય તેવી રીતે તેમને કંઈ કામ હોય તો કહેજો એવું વારંવાર કહેતો હતો. કિરણ પટેલે અનેક લોકો સાથે આ પ્રકારે સંપર્ક સાધ્યો હોવાનો હવે ધીરે ધીરે બહાર આવી રહ્યું છે એક બાદ એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ નાવડીયા સાથે થયેલી વાતચીતમાં દિનેશ નાવડીયા એ જણાવ્યું કે, તેણે મારો પહેલી વખત સંપર્ક કર્યો હતો. ત્યારે પોતાની ઓળખ પીએમઓ ઓફિસર તરીકે આપી હતી. એણે કહ્યું હતું કે, હું ડોક્ટર કિરણ પટેલ વાત કરું છું. હું પીએમમાં ઓફિસમાં અધિકારી તરીકે ફરજ બજાવું છું. G20 સંમેલનમાં તમારે હાજરી આપવાની છે. આ પ્રકારની વાત તેને કરી હતી. ત્યારે મેં તેને પૂછ્યું હતું કે, મારો નંબર ક્યાંથી મળ્યો છે. ત્યારે તેણે કહ્યું હતું કે, મેં ગોવિંદભાઈ પાસેથી તમારો નંબર મેળવ્યો છે. અને તમારો કોન્ટેક્ટ કર્યો છે.

અમદાવાદમાં કાર્યક્રમમાં જ્યારે તેની સાથે મુલાકાત થઈ ત્યારે તેણે કહ્યું હતું કે, જમ્મુ કાશ્મીર આવવાનું થાય તો કહેજો. ત્યારે મેં એને કહ્યું હતું કે, મારે એક કામ માટે જમ્મુ કાશ્મીર આવવાનું છે. જ્યારે હું જમ્મુ કાશ્મીર પહોંચ્યો હતો. ત્યારે એક હોટલમાં રોકાયો ત્યારે તેમનો ફોન મારા ઉપર આવ્યો હતો. સામેથી કહ્યું કે, હું ચા પીવા માટે આવું છું. કિરણ પટેલનો રૌફ જોવા જેવો હતો. હું પોતે પણ અંજાઈ ગયો હતો. જ્યારે મને હોટલમાં મળવા આવ્યા ત્યારે મિલિટરીની ગાડીઓ તેમની સુરક્ષામાં તે એક આઈએએસ અધિકારી હોય તેવી રીતે તેઓ વર્તન કરતો હતો. હું તેમને પીએમઓના અધિકારી તરીકે ઓળખ આપી હોવાને કારણે નીચે રિસીવ કરવા પણ ગયો હતો.

દિનેશ નાવડીયાએ જણાવ્યું કે કિરણ પટેલ સતત મને કંઈ કામ હોય  તો કહેજો  હું કરાવી દઇશ એ પ્રકારની વાતો કરતો રહેતો હતો.  તે કહેતો હતો કે  મારી પીએમઓ ઓફિસમાં પણ ખૂબ ઓળખાણ છે, જમ્મુ કાશ્મીરનું કંઈ કામ હોય તો મને કહેજો હું કરી આપીશ, એટલું જ નહીં એણે તો ત્યાં સુધી કહ્યું કે મુખ્યમંત્રી સાથે હું સીધો ફોન ઉપર સંપર્ક કરી શકો છો. માટે ગુજરાતનું  પણ કંઈ કામ અટવાયું હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો.

શું હતો સમગ્ર મામલો ?

જમ્મુ-કાશ્મીરમાં પોલીસે એક એવા ઠગની ધરપકડ કરી છે, જે પોતાને PMO ઓફિસર ગણાવતો હતો. ગુજરાતમાં રહેતા આ વ્યક્તિનું નામ કિરણ પટેલ છે. તે પોતાને PMOના એડિશનલ ડાયરેક્ટર તરીકે ઓળખાવતો હતો. આટલું જ નહીં ઠગ Z પ્લસ સિક્યોરિટી, બુલેટપ્રૂફ એસયુવીની સુવિધાઓ પણ લઈ ગયો હતો. તે હંમેશા ફાઈવ સ્ટાર હોટલમાં રહેતો હતો. પોલીસે શંકાના આધારે તપાસ કરી તો તે નકલી અધિકારી હોવાનું બહાર આવ્યું. તેની 10 દિવસ પહેલા ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ તેને ગુપ્ત રાખવામાં આવી હતી. જોકે પોલીસે ગુરુવારે ધરપકડનો ખુલાસો કર્યો હતો. ઢગ કિરણ પટેલ અત્યાર સુધીમાં 4 વખત PMO અધિકારી તરીકે J&Kની યાત્રા કરી ચુક્યો છે. સૂત્ર પાપ્ત વિગતો મુજબ કિરણ પટેલ સાથે ગુજરાતના અન્ય 2 શખ્સ હોવાની માહિતી છે. કિરણ પટેલ સાથે રાજસ્થાનનો પણ એક શખ્સ હાજર હતો તેમજ રાજસ્થાનના વ્યક્તિની જમ્મુ કશ્મીર પોલીસ પૂછપરછ કરી રહીં છે. જમ્મુ કશ્મીર પોલીસની ટીમ પણ ગુજરાત પહોંચશે.  29 નવેમ્બર 2022ના કિરણ પટેલે Z+ સુરક્ષા સાથે LOC નજીક ઉરીની મુલાકાત લીધી હતી.

આ પણ વાંચો:અમદાવાદમાં રસ્તા પર જ યુવકે પત્નીને આપી દીધા ‘ત્રિપલ તલાક’

આ પણ વાંચો:સુરતમાં દારૂના નશામાં પાણી સમજી એસિડ પીતા યુવકનું મોત

આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાએ હાફ સેન્ચુરી ફટકારીઃ સંજીવની રથ શરૂ કરાશે

આ પણ વાંચો:રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નસીબમાં પણ ‘માવઠું’

આ પણ વાંચો:કિરણ પટેલ મામલે વધુ એક ખુલાસો, જાણો કોણ છે અને ક્યાં ક્યાં નોધાઇ ચુક્યા છે તેના સામે કેસ