Not Set/ સુરત / સાંસદ સી.આર.પાટીલે ભાજપના ઝંડાથી શ્રમિક એક્સપ્રેસને આપી લીલીઝંડી

સુરતથી પરપ્રાન્તીયોને તેમના વતન મોકલવા માટે આજે એક ટ્રેન રવાના કરવામાં આવી છે. આ ટ્રેન ઓડિશાના બ્રહ્મપુર સુધી  જશે. આ ટ્રેનમાં  22 જનરલ કોચ અને 2 સ્પેશિયલ (SLR) કોચ સાથે ચાર વાગ્યે ટ્રેન ઉપડી હતી. આ ટ્રેન ને સાંસદ સી.આર.પાટીલ દ્વારા ભાજપના ઝંડા દ્વારા લીલી ઝંડી આપવામા આવી હતી. જેને લઈને અનેક્તર્ક વિતર્ક ઉભા થયા […]

Gujarat Surat
c4d30a07f0481bbff4c19c3b10762d5c સુરત / સાંસદ સી.આર.પાટીલે ભાજપના ઝંડાથી શ્રમિક એક્સપ્રેસને આપી લીલીઝંડી

સુરતથી પરપ્રાન્તીયોને તેમના વતન મોકલવા માટે આજે એક ટ્રેન રવાના કરવામાં આવી છે. આ ટ્રેન ઓડિશાના બ્રહ્મપુર સુધી  જશે. આ ટ્રેનમાં  22 જનરલ કોચ અને 2 સ્પેશિયલ (SLR) કોચ સાથે ચાર વાગ્યે ટ્રેન ઉપડી હતી. આ ટ્રેન ને સાંસદ સી.આર.પાટીલ દ્વારા ભાજપના ઝંડા દ્વારા લીલી ઝંડી આપવામા આવી હતી. જેને લઈને અનેક્તર્ક વિતર્ક ઉભા થયા છે.

ઉલ્લેખનીય છે કે, સુરતમાં રહેતા ઓડિશાના શ્રમિકો માટે આ ટ્રેન શરૂ કરાઈ છે. પાંડેસરા સહિતના જુદા જુદા વિસ્તારમાં રહેતા ઓડિશાવાસીઓ માટે ટ્રેનની સુવિધા શરૂ કરાઈ છે. લોકોને શહેરમાંથી તેમના સ્થાનો પરથી સિટી બસ મારફતે લવાયા છે. તમામના મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યાં છે.

રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવી સુરક્ષા ગોઠવાઈ છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જીઆરપી અને આરપીએફના જવાનોની વ્યવસ્થા કરાઈ છે.ટ્રેનમાં ફરજ બજાવતા જવાનોને ખાસ પીપીઈ કીટથી સજ્જ કરવામાં આવ્યાં હતા. છતાંય અ પરપ્રાન્તીયો ઘરે જવાની ઉતાવળમાં સામાજિક અંતરના સરેઆમ લીરૌડાવી મૂક્યાના બનાવો નજરે ચઢી રહ્યાહતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.