Not Set/ ગીર સોમનાથમાં કોરોના વિસ્ફોટ/ જિલ્લામાં નોંધાયા વધુ 21 પોઝિટીવ કેસ

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. વહીવટીતંત્ર દ્રારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે જાગૃત રહી સામાજીક અંતર જાળવે લોકોને તાવ, શરદી જેવા કોઈપણ લક્ષણો જોવા મળે તો તાત્કાલીક 104  હેલ્પ લાઈન પર ફોન કરી માર્ગદર્શન મેળવે. ગીર સોમનાથ જિલ્લામાં 21 કોરોના […]

Gujarat Others
a6bfc73d4a0f63a56dfdc386887a5fc3 ગીર સોમનાથમાં કોરોના વિસ્ફોટ/ જિલ્લામાં નોંધાયા વધુ 21 પોઝિટીવ કેસ

ગીર સોમનાથ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા સતત વધી રહી છે. વહીવટીતંત્ર દ્રારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે કે જાગૃત રહી સામાજીક અંતર જાળવે લોકોને તાવ, શરદી જેવા કોઈપણ લક્ષણો જોવા મળે તો તાત્કાલીક 104  હેલ્પ લાઈન પર ફોન કરી માર્ગદર્શન મેળવે.

ગીર સોમનાથ જિલ્લામાં 21 કોરોના વાયરસના પોઝિટીવ કેસ નોંધાયા છે. વડા મથક વેરાવળમાં જ કોરોનાના 19 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના બે કેસ અન્ય તાલુકાઓમાં નોંધાયા છે. જીલ્લામાં અત્યાર સુધી કોરોનાથી 17 લોકોના મોત નીપજ્ય છે.

રાજ્યમાં કોરોનાનો પ્રકોપ થમી નથી રહ્યો. છેલ્લા 24 કલાકમાં વધુ 1159 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 22 દર્દીઓનું કોરોનાથી મોત થયું છે. રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 60,285 થઈ ગઈ છે અને મૃત્યુઆંક 2418 પર પહોંચ્યો છે. આજે વધુ 879 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી કુલ 44074 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.