Not Set/ વરસાદી પાણીના સંગ્રહની વિવિધ પધ્ધતિનો અભ્યાસ અર્થે કચ્છના ખેડૂતોએ કર્યું આવું..

વરસાદી પાણીને રોકવા અને તેને જમીનમાં ઉતરવવા માટે એક અભિયાન એટલે “ગ્લોબલ કચ્છ” શરૂ કરવામાં આવ્યું છે.

Gujarat Others
stock 4 વરસાદી પાણીના સંગ્રહની વિવિધ પધ્ધતિનો અભ્યાસ અર્થે કચ્છના ખેડૂતોએ કર્યું આવું..

જળ એ જ જીવન છે, જેથી વરસાદી પાણીને સંગ્રહ કરવું ખૂબજ જરૂરી છે.  કારણ કે જગતનો તાત પાણી વિના કશુ કરી શકતો નથી. ત્યારે વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરવો તે પદ્ધતિ જાણવા માટે  કચ્છના ૧૫૦થી વધુ ખેડૂતોએ મોરબીના ચાચાપર ગામની મુલાકાત લીધી. અને જળ સંગ્રહ કેવી રીતે કરી શકાય તેની જાણકારી મેળવી.

  • વરસાદી પાણીને રોકવા પદ્ધતિ સમજવી જરૂરી
  • વરસાદી પાણીને જમીનમા ઉતરવા અભિયાન
  • ખેડૂતોએ લીધી મોરબીના ચાચાપર ગામની મુલાકાત
  • ખેડૂતોને જળસંગ્રહ માટે પ્રોત્સાહિત કરાયા

વરસાદી પાણીને રોકવા અને તેને જમીનમાં ઉતરવવા માટે એક અભિયાન એટલે “ગ્લોબલ કચ્છ” શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ફર્સ્ટ ફેઝમાં કચ્છના અબડાસા, નખત્રાણા, નલીયા તાલુકાના ૧૫૦થી વધારે ગામડામાં પાણીના સંગ્રહ કરવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત તળાવો ઉંડા કરવા, ચેક ડેમ બનાવવા, કુવા રીચાજ કરવા કામગીરી શરૂ કરાઈ છે. પાણી સંગ્રહ કરવા પ્રથમ ઈનામ ૧ કરોડ રૂપિયા, બીજુ ઈનામ 50 લાખ રૂપિયા અને ત્રીજુ ઈનામ ૨૫ લાખ રાખવામાં આવ્યું છે.

કચ્છના ખેડૂતોએ ચાચાપર ગામની મુલાકાત લીધી હતી. ત્યારે આ મુલાકાત લેનાર ખેડૂતોઓએ જણાવ્યું હતું કે  કચ્છમાં પાણીની તંગી જોવા મળે છે. . ત્યારે ખેડૂતોને જળ સંગ્રહની તાલીમ આપવા માટે મુલાકાત યોજાઈ હતી. અને ચાચાપર ગામના જળ સંગ્રહ જોઇને ખેડૂતો આશ્ચર્યચકિત થયા હતા. જળ સંગ્રહ જેવા ગહન પ્રશ્નનો કેટલો સરળ ઉપાય કરવામાં આવ્યો છે.. જેને અનુસરીને કચ્છના ખેડૂતો પણ જળ સંગ્રહ કરશે.

આ વિઝીટ દરમિયાન જયસુખભાઈ તરફથી “જળસંગ્રહ” તથા ભુગઁભ જળ” ની કાર્ય દક્ષતામાં વધારો કરીને ખેત ઉત્પાદકતા માં કેવી રીતે વૃદ્ધિ લાવી શકાય તેમની વિસ્તૃત ચર્ચા અને માર્ગદર્શન ખેડૂતોને આપવામાં આવ્યું હતું.

રાજકીય / નરેશભાઇ જો કોંગ્રેસમાં આવે તો કાર્યકર્તામાં ઉત્સાહ આવી જાય : કોંગ્રેસ ધારાસભ્ય

વતન વાપસી / વર્ષોથી પાકિસ્તાન જેલમાં બંધ માછીમારો વતન પહોચતાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

Stock Market / શેર બજાર લાલ નિશાન પર બંધ, સેન્સેક્સ 580 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 17200 ની નીચે બંધ

આસ્થા /29 જાન્યુઆરીએ વિશેષ સંયોગમાં ભગવાન શિવ, વિષ્ણુ અને શનિદેવની પૂજા કરો, તમામ  સમસ્યાઓ દૂર થઈ શકે છે….

આસ્થા /પૈસાનું રોકાણ કે લેવડ-દેવડ કરતી વખતે જ્યોતિષ સાથે જોડાયેલી આ ખાસ વાતો રાખો, લાભ થશે…

આસ્થા /ફેબ્રુઆરીમાં મકર રાશિમાં બનશે પંચગ્રહી યોગ, આ 3 રાશિઓને મળશે ધન અને અન્ય લાભ…