બનાસકાંઠા/ અંતરીયાળ ગામોમાં રસ્તાઓ ન બનતા લોકોનો ભભૂક્યો રોષ, રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો

બનાસકાંઠાના અંતરીયાળ ગામડાઓમાં રસ્તોના બનતા લોકોનો રોષ સામે આવ્યો છે. હકીકતમાં, બનાસકાંઠાના ધાનેરાના છેવાડાના માલોતરાના પીપલીવાળા…

Gujarat Others
બનાસકાંઠાના

રાજ્યભરમાં પડેલા ભારે વરસાદના કારણે ઠેરઠેર રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજય જામ્યું છે, ત્યારે આ રસ્તાઓની મરામત માટે સરકાર પર જાગી છે, ત્યારે બીજી બાજુ બનાસકાંઠાના અંતરીયાળ ગામડાઓમાં રસ્તોના બનતા લોકોનો રોષ સામે આવ્યો છે. હકીકતમાં, બનાસકાંઠાના ધાનેરાના છેવાડાના માલોતરાના પીપલીવાળા કાચા રસ્તાનો વિવાદ સામે આવ્યો છે, જેમાં સ્થાનિકો દ્વારા અવારનવાર મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં રસ્તો ના બનતા ગ્રામજનો દ્વારા વરસાદી પાણી ભરેલા રસ્તામાં ઉભા રહી રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચો :ફરી એકવાર ધ્રૂજી કચ્છની ધરા, રાપરમાં અનુભવાયો 2.7 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

આ અંગે મળેલી વિગતો મુજબ, દરરોજ 500 કરતા વધુ પશુપાલકો અને શાળાના બાળકો રસ્તાથી પરેશાન બન્યા છે અને સાથે સાથે પશુપાલકોને દૂધ ભરાવા જવાનું પણ મુશ્કેલ બને છે ત્યારે બાળકોને સવાર-સાંજ સ્કૂલથી આવા જવામાં હાડમારી સહન કરવી પડતા ગ્રામજનોએ હલ્લાબોલ કરી વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક ધોરણે પાકો નહીં તો કાચો રસ્તો બનાવવાની માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચો :સુરતમાં ભારે વરસાદથી મકાનની દીવાલ ધસી પડતા દંપતીનું મોત

મહત્વનું છે કે, વર્ષોથી દર ચોમાસે આ રસ્તામાં ઘૂંટણસમા પાણી ભરાતા સ્થાનિક લોકોમાં રોજ છે ત્યારે બંને બાજુ ખેતરોના દબાણ થતાં રસ્તો પણ સાંકડો બન્યો છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક રસ્તો ખુલ્લો કરાવી યોગ્ય નિરાકરણ લાવી રસ્તો બનાવી આપવાની માંગ કરાઇ છે.

આ પણ વાંચો :મચ્છર જન્ય રોગચાળાએ શહેરને લીધું બાનમાં, બાળકોમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું

આ પણ વાંચો :  વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જિલ્લા કલક્ટરે પરિસ્થિતિ અંગે આપી જાણકારી