Not Set/ તાપીના એસપી એન કે અમિન અને વેસ્ટર્ન રેલ્વે ના એસપી તરુણ બારોટે સુપ્રીમ ના નિર્દેશ ના પગલે પદ પરથી રાજીનામું આપવું પડશે

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને વધુ એક ઝટકો આપ્યો છે. સુપ્રીમના આદેશ ના પગલે રાજ્યના બે પોલીસ અધિકારીઓએ પદ પરથી રાજીનામું આપવું પડશે..તાપીના એસપી એન કે અમિન અને વેસ્ટર્ન રેલ્વે ના એસપી તરુણ બારોટે સુપ્રીમ ના નિર્દેશ ના પગલે પદ પરથી રાજીનામું આપવું પડશે. દેશભરમાં ચકચાર મચાવનાર ઈશરત જહાં એનકાઉન્ટર કેસમાં આ બંને અધિકારીઓ આરોપી હતા. […]

Gujarat India

સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને વધુ એક ઝટકો આપ્યો છે. સુપ્રીમના આદેશ ના પગલે રાજ્યના બે પોલીસ અધિકારીઓએ પદ પરથી રાજીનામું આપવું પડશે..તાપીના એસપી એન કે અમિન અને વેસ્ટર્ન રેલ્વે ના એસપી તરુણ બારોટે સુપ્રીમ ના નિર્દેશ ના પગલે પદ પરથી રાજીનામું આપવું પડશે. દેશભરમાં ચકચાર મચાવનાર ઈશરત જહાં એનકાઉન્ટર કેસમાં આ બંને અધિકારીઓ આરોપી હતા. જો કે પાછળ થી તેઓ દોષમુક્ત થયા હતા. ત્યારબાદ ગુજરાત સરકારે એન કે અમિન ની તાપી ના પોલીસવડા તરીકે અને તરુણ બારોટ ની વેસ્ટર્ન રેલ્વે ના એસપી તરીકે નિમણૂક કરી હતી . જો કે આ બંને ની નિમણૂક ને રાજ્ય ના જ પૂર્વ આઇપીએસ અધિકારી રાહુલ શર્માએ સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. જેના પર ગુરુવારે યોજાયેલી સુનાવણી દરમિયાન બંને અધિકારીઓએ પદ પરથી રાજીનામું આપવાની સુપ્રીમ કોર્ટ સમક્ષ તૈયારી બતાવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમે ગુજરાત સરકાર ની ઝાટકણી કાઢી હતી. અત્રે એ ઉલ્લેખનીય છે કે અગાઉ પણ ગુજરાત સરકારે ઈશરત કેસ ના આરોપી રહી ચૂકેલા આઇપીએસ અધિકારી પી પી પાંડેને ઇન્ચાર્જ પોલસી વડા બનાવ્યા હતા. જેમની નિમણૂક ને પણ સુપ્રીમ માં પડકારવામાં આવી હતી. જે બાદ પી પાંડેએ પણ પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.