રાજકોટ,
રાજકોટમાં લુખ્ખાતત્વો હવે હદ વટાવી ચૂક્યા છે. રૈયારોડ પર એક યુવક ખુલ્લેઆમ લુખ્ખાગીરી પર ઉતરી આવ્યો હોવાનો વિડીયો વાઇરલ થયો છે.
એક યુવક જાહેરમાં પાઇપ અને ધોકા લઇને રસ્તા પર ઉતરી આવ્યો છે અને જાહેરમાં રોફ જમાવી રહ્યો છે. વાત કરીએ તો આ યુવક એક રિક્ષાચાલક છે અને અન્ય બીજા રિક્ષાચાલકે તેનો ઓવરટેક કર્યો હતો.
રેષકોર્ષ નજીક આ ઘટના બની હતી, જેથી આ લુખ્ખાગીરી પર ઉતરી આવેલા રીક્ષાચાલકે આ બીજા રીક્ષાચાલકને રૈયા રોડ પર પકડ્યો હતો અને તેને માર મારવા માટે રીક્ષામાંથી પાઇપ-ધોકા લઇને ઉતરી આવ્યો હતો.
જાહેરમાં આ રીતે ધોકા-પાઇપ લઇને ઉતરતાં કાયદાનું ઉલ્લંધન થયું છે. સાથે જ રાજકોટમાં જાણે લુખ્ખા તત્વોનું શાસન ચાલતું હોય તેમ લાગી રહ્યું છે. ઘટના અંગેનો વિડીયો જ્યારે પાણીની જેમ વાઇરલ થતાં ઉચ્ચ અધિકારીએ આ લુખ્ખાતત્વને પકડવા માટેના આદેશ આપ્યા હતા. બાદમાં પોલીસના અધિકારીઓએ રીક્ષાચાલકને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.