જુનાગઢ/ લોકાપર્ણ પ્રસંગે જાણ ન કરવા બદ્દલ રમેશ ધડુકે જૂનાગઢ કૃષિ યુનિ. કુલપતિનો લીધો ઉધડો

હકિકતમાં કૃષિ મહાવિદ્યાલયનું 14, ડિસેમ્બર-2021ના રોજ ઓનલાઇન ઉદ્ધાટન થયું હતુ. પણ સાંસદ એ વાતથી છંછેડાયા કે એમને આ બાબતે જાણ ન હતી, તક્તીમાં નામ ન હતુ. સાંસદ એટલે શું અન્યોનું અપમાન કરી શકાય ?

Top Stories Gujarat Others
શિવાય 17 લોકાપર્ણ પ્રસંગે જાણ ન કરવા બદ્દલ રમેશ ધડુકે જૂનાગઢ કૃષિ યુનિ. કુલપતિનો લીધો ઉધડો
  • પોરબંદર સાંસદે જાહેર લીઘો કુલપતિનો ક્લાસ
  • રમેશ ધડુકે જૂનાગઢ કૃષિ યુનિ. કુલપતિનો લીધો ઉધડો
  • કૃષિ મહા. ઉદ્દઘાટન પ્રસંગે જાણ ન કરવા પર ઠપકો
  • સાંસદની કુલપતિ વિરુદ્ધ કાર્યવાહીની માંગ
  • તાત્કાલિક તકતી બદલવાની પણ કરી માંગ
  • તક્તી બદલવાની પણ સાંસદે કરી માંગ
  • કામ કરતાં નામને કેમ આપ્યું સાંસદે મહત્વ

સાંસદ પોતાના વર્તનથી નોખી છાપ છોડી શકે છે. પણ પોરબંદરના સાંસદ રમેશ ધડુકે સરા જાહેર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો ઉધડો લઇને વિવાદ સર્જ્યો છે. શું સાંસદ જેવાં પ્રજાપ્રતિનિધિઓ દરેક મુદ્દામાં પોતાને જ અગ્રસ્થાન મળે એવું ઇચ્છે છે ?  સાંસદોનું વર્તન નાગરિકો દોહવારતા હોય છે. કસ્તુરબા ગલ્સૅ હોસ્ટેલના બિલ્ડીંગ લોકપર્ણ પહેલા સાંસદ રમેશ ધડુકે મુલાકાત લીધી હતી. અને  લોકાપર્ણ કાર્યક્રમની તેમણે જાણ ન કરાતા જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ નરેન્દ્ર ગોટિયાનો રીતસરનો ઉધડો લીધો હતો. પોરબંદરના સાંસદ રમેશ ધડુકે જાહેરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિનો ઉધડો લેતા પદની ગરીમા લજવાઇ છે.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની જાતને પ્રધાન સેવક ગણાવે છે.  પણ તેમના જ હોમ સ્ટેટના સાંસદ એક જાહેર કાર્યક્રમમાં જાણ ન કરી એ બદલ કૃષિ યુનિવર્સિટીના કુલપતિને જાહેરમાં ઠપકો આપી શું સાબિત કરવા માંગે છે ?

હકિકતમાં કૃષિ મહાવિદ્યાલયનું 14, ડિસેમ્બર-2021ના રોજ ઓનલાઇન ઉદ્ધાટન થયું હતુ. પણ સાંસદ એ વાતથી છંછેડાયા કે એમને આ બાબતે જાણ ન હતી, તક્તીમાં નામ ન હતુ. પોરબંદર સાંસદ રમેશ ધડુકે કુલપતિ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે તાત્કાલિક તકતી બદલવાની માંગ કરી હતી. મહાત્મા ગાંધીની ભૂમિનું સંસદમાં પ્રજા પ્રતિનિધિત્વ કરતા પોરબંદર સાંસદ રમેશ ધડુક તક્તીના નામની રાજનીતિ કરી પદની ગરીમાને લજવી તેવું લોકમૂખે ચર્ચાય છે. સાંસદ એટલે શું અન્યોનું અપમાન કરી શકાય ? અંગત કહી શકાય એ વાત જાહેરમાં કેમ કરી ?  શું આ રીતે જળવાશે પ્રજા પ્રતિનિધિઓનું માન ?

કોંગ્રસમાં રહેલા નકામના લોકોને લઇ જવા ભાજપને ખુલ્લુ આમંત્રણ આપતા રાહુલ ગાંધી

યુક્રેનના રાષ્ટ્રપતિએ PM મોદી સાથે કરી વાત, UNSCમાં સમર્થનની કરી અપીલ

મહીસાગરમાં ગુલિયન બારી સિન્ડ્રોમથી બાળકીનું મોત

મ્યુનિ. શાળાઓમાં પ્રવાસી શિક્ષકની પ્રથા દાખલ કરાઇ

ભારતીય વિદ્યાર્થીઓ માટે રાહતના સમાચાર, યુક્રેન બોર્ડરથી હંગેરીમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ

પૂર્વ બોક્સર અને મેયરે પોતાના દેશની ઈજ્જત બચાવવા દુશ્મનો સામે ઉપાડી બંદૂક