ગાંધીનગર/ મ.ન.પા.ની ચૂંટણી પહેલા જ ‘આપ’ને ફટકો, ઉમેદવારે પાછુ ખેંચ્યું ફોર્મ

સુરત મનપામા ભવ્ય જીત બાદ “આપ” દ્વારા ગાંધીનગર મનપા માં પણ ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે. જો કે અહીં ‘આપ’ને ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો છે.

Gujarat Others Trending
વ૨ 39 મ.ન.પા.ની ચૂંટણી પહેલા જ ‘આપ’ને ફટકો, ઉમેદવારે પાછુ ખેંચ્યું ફોર્મ

ગાંધીનગર મનપા ચૂંટણીના બ્યુગલ વાગી ચુક્યા છે. તમામ પક્ષો દ્વારા વકરી રહેલા કોરોના કેસ વચ્ચે પણ તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સુરત મનપામા ભવ્ય જીત બાદ “આપ” દ્વારા ગાંધીનગર મનપા માં પણ ઉમેદવારો ઉભા કરવામાં આવ્યા છે. જો કે અહીં આપને ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો છે.

ગાંધીનગર મનપા માટે ઉમેદવારી પાત્રો ભરાઈ ચુક્યા છે. ત્યારે ફોર્મ આજે ફોર્મ પરત ખેચવા માટેનો અંતિમ દિવસ હતો.  જેમાં ‘આપ’ના ઉમેદવારે ફોર્મ પરત ખેચ્યું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર વોર્ડ નંબર 5ના ‘આપ’ના ઉમેદવાર નિશિરાજ રમલાવતે ફોર્મ પરત ખેંચ્યુ છે. તો આપ પાર્ટીના જ કુંપલ દવેએ ફોર્મ પરત ખેંચ્યું છે. આપ ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચતા ‘આપ’ને ચૂંટણી પહેલા જ ફટકો પડ્યો છે. AAPના ઉમેદવાર નિશિરાજ રમલાવત ફોર્મ પરત ખેંચી કોંગ્રેસમાં જોડાયા છે.  અગાઉ યુથ કોંગ્રેસમાં મહામંત્રી તરીકે ફરજ બજાવતા હતા.

ગાંધીનગર / ભાજપના મંત્રી કાર્યાલયમાં પણ હવે કોરોનાએ મચાવ્યો કોહરામ

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ગાંધીનગર મનપામાં થી કુલ 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા  છે. ગાંધીનગર મનપામાં કુલ 163 ઉમેદવાર 44 બેઠકો પર  ચૂંટણી લડશે. જેમાં 233 ફોર્મ અલગ અલગ પાર્ટી ના ઉમેદવારો એ ભર્યા હતા. ટેક્નિકલ કારણ થી 63 ફોર્મ રદ થયા થયા હતા. જયારે 8 ફોર્મ પરત ખેંચવામાં આવ્યા છે.  જેમાં 1 બસપા, 2 આપ, અને 5 અપક્ષ ઉમેદવારો એ ફોર્મ પરત ખેંચ્યા છે.

વોર્ડ નં. 5, 6, 9 અને 10ના ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. અપક્ષ ઉમેદવાર વિશ્વજીત ઠાકોર, અમિત ભારતી અને શિરીષ મોદીએ ફોર્મ પરત લીધું  છે.

વ૨ 42 મ.ન.પા.ની ચૂંટણી પહેલા જ ‘આપ’ને ફટકો, ઉમેદવારે પાછુ ખેંચ્યું ફોર્મ

અત્રે  ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર મનપા વોર્ડ ન. 10 ના ભાજપના ઉમેદવાર ચૂંટણી પહેલા જ કોરોના  પોઝિટિવ આવ્યા છે. પૂર્વ વોર્ડ પ્રમુખ મહેન્દ્ર પટેલ 10 નંબરના  વોર્ડમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

100 કરોડની વસૂલાતનો આરોપ / મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે આપ્યું રાજીનામું