Not Set/ કોરોના સંકટને પહોંચી વળવા ગોવામાં 3 મે સુધી સંપૂર્ણ લોકડાઉન

કોરોના દેશમાં બેકાબૂ બની ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં દરરોજ 3 લાખથી વધુ નવા કેસ બહાર આવી રહ્યા છે. કોરોનાનાં કેરને ઓછું કરવા માટે દેશનાં ઘણા રાજ્યોમાં લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ છે, તેમ છતા કેસો ઘટતા નથી.

Top Stories India
123 173 કોરોના સંકટને પહોંચી વળવા ગોવામાં 3 મે સુધી સંપૂર્ણ લોકડાઉન

કોરોના દેશમાં બેકાબૂ બની ગયો છે. છેલ્લા એક અઠવાડિયાથી દેશમાં દરરોજ 3 લાખથી વધુ નવા કેસ બહાર આવી રહ્યા છે. કોરોનાનાં કેરને ઓછું કરવા માટે દેશનાં ઘણા રાજ્યોમાં લોકડાઉન જેવા કડક પ્રતિબંધો લાગુ છે, તેમ છતા કેસો ઘટતા નથી. કોરોનાથી દેશમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને હવે 2 લાખને પાર પહોંચી ગઈ છે. આ વચ્ચે હવે ગોવામાં સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે.

કોરોના 2.0 / રાજકોટમાં મૃત્યુઆંકમાં ઘટાડો : 24 કલાકમાં 53 દર્દીઓના મોત, બપોરે 12 સુધીમાં 142 કેસ, મનપા કચેરીમાં મેયર સહિત 12 કર્મચારીઓ સંક્રમિત

29 એપ્રિલનાં રોજ સાંજે 7 વાગ્યાથી 3 મે ની સવાર સુધી ગોવામાં લોકડાઉન થશે. આ સમય દરમિયાન ફક્ત આવશ્યક સેવાઓ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવશે. જાહેર પરિવહન બંધ રહેશે. કસિનો, હોટલ અને પબ્સ બંધ રહેશે. મર્યાદા આવશ્યક સેવાઓ માટે ખુલ્લી રહેશે. ગોવાનાં મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આ માહિતી આપી છે. આપને જણાવી દઇએ કે, મંગળવારે ગોવામાં કોરોના વાયરસનાં સંક્રમણનાં 2,110 નવા કેસ નોંધાયા છે અને 31 વધુ ચેપગ્રસ્ત લોકોનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય વિભાગનાં એક અધિકારીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સંક્રમણનો કુલ આંક વધીને 81,908 થયો છે અને કુલ મૃત્યુઆંક વધીને 1,086 પર પહોંચી ગયો છે. અધિકારીએ જણાવ્યું હતું કે, મંગળવારે 748 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને આ સાથે, અત્યાર સુધીમાં ઠીક થયેલા દર્દીઓની સંખ્યા વધીને, 64,231 થઈ ગઈ છે. વળી રાજ્યમાં 16,591 લોકો સારવાર હેઠળ છે.

આપદામાં અવસર / કોરોના સંકટ વચ્ચે એમ્બ્યુલન્સ ડ્રાઈવરે 25 કિમીનાં 42 હજાર રૂપિયા પડાવ્યા

બીજી તરફ, આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા છેલ્લા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 3,60,960 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 3,293 લોકોનાં મોત નીપજ્યાં છે. આ સાથે, દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 1,79,97,267 થઈ ગઈ છે અને અત્યાર સુધી 2,01,187 લોકો આ જીવલેણ વાયરસનો શિકાર બન્યા છે. હાલમાં ભારતમાં કોરોનાનાં 29,78,709 સક્રિય દર્દીઓ છે અને સારવાર બાદ 1,48,17,371 દર્દીઓ ઠીક થઇ ચુક્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

Untitled 45 કોરોના સંકટને પહોંચી વળવા ગોવામાં 3 મે સુધી સંપૂર્ણ લોકડાઉન