મુલાકાત/ ગૃહ મંત્રી અમિત શાહ અમરિંદર સિંહના ઘરે પહોચ્યા,બેઠકની વહેંચણી પર થશે વાતચીત

પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કેપ્ટન અમરિંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચી ગયા છે.

Top Stories India
AMIT SHAH ગૃહ મંત્રી અમિત શાહ અમરિંદર સિંહના ઘરે પહોચ્યા,બેઠકની વહેંચણી પર થશે વાતચીત

પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. કેપ્ટન અમરિંદર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ઘરે પહોંચી ગયા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ થોડીવારમાં પહોંચી જશે. આજે બેઠક શેરિંગને લઈને વાતચીત થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં પંજાબના એનડીએની બેઠક શેરિંગ ફોર્મ્યુલાને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે. રાજ્ય કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ સાથે સત્તા સંઘર્ષ વચ્ચે અમરિંદર સિંહે સપ્ટેમ્બરમાં પંજાબના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. ત્યારપછી કોંગ્રેસે અમરિન્દર સિંહની જગ્યાએ ચરણજીત સિંહ ચન્નીને રાજ્યનું મુખ્યમંત્રી પદ સોંપ્યું, ત્યારબાદ કેપ્ટને કોંગ્રેસ છોડીને પોતાની પાર્ટી બનાવી.

કોંગ્રેસમાંથી ઉપેક્ષિત કેટલાક કાર્યકરો પણ ટિકિટ વિતરણ દરમિયાન ભાજપમાં જોડાશે તેવું માનવામાં આવે છે. હાલ ભાજપ પંજાબના રાજકારણમાં પણ પગપેસારો કરી રહ્યું છે. ખુદ અમિત શાહ આ વખતે પંજાબના રાજકારણમાં ખાસ રસ લઈ રહ્યા છે. અમિત શાહનું માનવું છે કે પંજાબ વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે મોટી તક લઈને આવી છે. અહીં ભાજપને સ્થાપિત કરવાની આ શ્રેષ્ઠ તક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મહાગઠબંધનને ફાઈનલ કરવાની સાથે ભાજપના મોટા નેતાઓના કાર્યક્રમો, રેલીઓ અને જાહેર સભાઓને પણ ફાઈનલ કરવામાં આવશે.