Not Set/ ભાજપનાં ઉમેદવાર અર્જુનસિંહ પર થયો હુમલો, ટીએમસી કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ

લોકસભાની ચુંટણીનાં પાંચમાં ચરણમાં દિગ્ગજ નેતાઓ આસને-સામને છે. 51 બેઠકો પર થઇ રહેલા આ મતદાન પર સૌ લોકોનું નજર બનાવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળથી હિંસાનાં સમાચાર મળી રહ્યા છે. અહી બેરકપુર લોકસભા બેઠકમાં એક મતદાન મથક પર ભાજપા અને ટીએમસીનાં કાર્યકર્તાઓ બાથ ભીડી છે. આ હંગામાં બાદ પહોચેલા ભાજપનાં ઉમેદવાર અર્જુન સિંહે ટીએમસીનાં કાર્યકર્તાઓ […]

Top Stories India Politics
arjun sinh ભાજપનાં ઉમેદવાર અર્જુનસિંહ પર થયો હુમલો, ટીએમસી કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ

લોકસભાની ચુંટણીનાં પાંચમાં ચરણમાં દિગ્ગજ નેતાઓ આસને-સામને છે. 51 બેઠકો પર થઇ રહેલા આ મતદાન પર સૌ લોકોનું નજર બનાવી રહ્યા છે. ત્યારે પશ્ચિમ બંગાળથી હિંસાનાં સમાચાર મળી રહ્યા છે. અહી બેરકપુર લોકસભા બેઠકમાં એક મતદાન મથક પર ભાજપા અને ટીએમસીનાં કાર્યકર્તાઓ બાથ ભીડી છે. આ હંગામાં બાદ પહોચેલા ભાજપનાં ઉમેદવાર અર્જુન સિંહે ટીએમસીનાં કાર્યકર્તાઓ પર આરપો લગાવ્યો છે. તેમનુ કહેવુ છે કે, ટીએમસીનાં હુમલામાં તે ઘાયલ થઇ ગયા છે.

arjun sing ભાજપનાં ઉમેદવાર અર્જુનસિંહ પર થયો હુમલો, ટીએમસી કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ

હંગામા વચ્ચે બચાવ માટે આવેલી પોલીસ અને કેન્દ્રિય બળનાં જવાનો સાથે લોકોએ ધક્કા-મુક્કી કરી હોવાનુ પણ સામે આવી રહ્યુ છે. અહી ભાજપાએ આરોપ લગાવતા કહ્યુ છે કે, એક મતદાન મથકમાંથી તેમના પોલીંગ એજન્ટને હટાવવામાં આવી રહ્યો હતો. ઘટનાની જાણ થતા ભાજપા ઉમેદવાર અર્જુન સિંહ મતદાન મથક પહોચ્યા, જ્યા તે પણ જવાનો સાથે ભીડતા જોવા મળ્યા. તેટલુ જ નહી તેમણે ટીએમસીનાં લોકો પર મતદાતાઓને ડરાવવાનું અને ધમકાવવાનો પણ આરોપ લગાવ્યો. અર્જુન સિંહે આરોપ લગાવતા કહ્યુ કે, અહી બહારથી ગુંડાઓને બોલાવવામાં આવ્યા છે.

Arjun Singhdsjhj ભાજપનાં ઉમેદવાર અર્જુનસિંહ પર થયો હુમલો, ટીએમસી કાર્યકર્તાઓ પર લગાવ્યો આરોપ

ભાજપનાં ઉમેદવાર અર્જુન સિંહે કહ્યુ કે, પૂરી રાત અહી ગુંડાઓએ મતદાતાઓને ડરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અર્જુન સિંહ આ પહેલા ટીએમસીમાં હતા, અને હવે તે ભાજપાનાં ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યા છે.