ગુજરાત/ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે રાહત, 28 ડિસેમ્બરે GST કાઉન્સીલમાં લેવાશે નિર્ણય

ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ છે. જેમાં પણ સુરત મોખરે છે.તો અમદાવાદ પણ ટેક્સટાઇલક્ષેત્રે માન્ચેસ્ટર તરીકે ખ્યાતિપ્રાપ્ત છે.

Gujarat Others
ટેક્સટાઇલ ઉદ્યોગને
  • ગુજરાતમાં ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે રાહત
  • 28 ડિસેમ્બરે GST કાઉન્સીલમાં લેવાશે નિર્ણય
  • કેન્દ્રીય રાજ્યમંત્રીનો હકારાત્મક અભિગમ
  • અનેકવાર રજૂઆત છતાં આજદિન સુધી ઉકેલ નહીં
  • અમદાવાદ-સુરત ટેક્સટાઇલ વેપારીઓની રજૂઆત
  • અંતે રજૂઆતને સાનુકૂળ પ્રતિસાદની આશા
  • 1 જાન્યુઆરી-2022 થી 12 ટકા જીએસટી લાગુ થાય છે
  • હાલ માત્ર 5 ટકા જીએસટી લાગુ

દેશમાં ગુજરાત ટેક્સટાઇલ ઉદ્યોગનું હબ છે. જેમાં પણ સુરત મોખરે છે. તો અમદાવાદ પણ ટેક્સટાઇલક્ષેત્રે માન્ચેસ્ટર તરીકે ખ્યાતિપ્રાપ્ત છે.પરંતુ હાલમાં ગુજરાતનો સમગ્ર ટેક્સટાઇલ ઉદ્યોગને ધમધમતો રાખવો કપરા ચઠાણ સમાન છે. દરમિયાન ટેક્સટાઇલ ઉદ્યોગકારે કરેલી રજૂઆત અંગે આવતીકાલ 28 ડિસેમ્બરે સમસ્યાનું સમાધાન થઇ શકે છે.

આ પણ વાંચો :બાઇક અને કારમાં સ્ટંટ કરતા યુવાનો થઈ જજો સાવધાન, બાકી પછી થઇ શકે છે મોટો પસ્તાવો, આ છે મુખ્ય કારણ

a 163 2 ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે રાહત, 28 ડિસેમ્બરે GST કાઉન્સીલમાં લેવાશે નિર્ણય

દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગમાં ગુજરાત હબ તરીકે જાણીતું છે. ગુજરાતમાં પણ દક્ષિણ ગુજરાતની આર્થિક રાજધાની સમા સુરતમાં ટેક્સટાઇલ ઉદ્યોગ માત્ર ગુજરાત જ નહીં દેશ અને વિશ્વમાં કાપડ મોકલવા ખ્યાતિપ્રાપ્ત છે. સુરતની સાથે અમદાવાદે પણ એકસમયે માન્ચેસ્ટર તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે. પરંતુ વર્તમાન સમયમાં કેન્દ્રસરકાર દ્વારા આગામી નૂતનવર્ષના પ્રારંભે ટેક્સટાઇલ ઉપર જીએસટીનું અધધ.ભારણ લગાવવા પ્રયાસ થયા છે. નૂતનવર્ષ-2022ના પ્રારંભ જાન્યુઆરીના પ્રથમ જ દિવસથી ટેક્સટાઇલ એટલે કે કાપડ પરનો જીએસટી 12 ટકા લાગુ કરવાનો નિર્ણય કેન્દ્રસરકારે કર્યો છે.

a 163 3 ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે રાહત, 28 ડિસેમ્બરે GST કાઉન્સીલમાં લેવાશે નિર્ણય

આ અંગે સુરત-અમદાવાદ સહિત ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ કેન્દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણ અને સુરતનું નેત્ત્વ લોકસભામા કરી રહેલાં અને વડાપ્રધાન નરેન્દર મોદી નેતૃત્વની સરકારના રાજ્યમંત્રી દર્સનાબેન જરદોશ સહિતના પ્રધાનને પણ રજૂઆત કરી છે. પરંતુ આજદિન સુધી હકારાત્મક પ્રતિભાવ સાંપડ્યો નથી. હવે જે રીતે ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ ઉદ્યોગ બંધ થવાની જે દહેશત ઉચ્ચારી આગામી સમયમાં કેન્દ્ર સામે વિરોધના કાર્યક્રમો ઘડવાની રણનિતી ઘડી છે ત્યારે હવે કેન્દ્ર નિયુક્ત જીએસટી કાઉન્સીલ આ અંગે હકારાત્મક અભિગમ દાખવે તેવી આશા ઉદ્યોગકારો રાખી રહ્યાં છે.

આ પણ વાંચો :બોડેલીમાં કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત, કારમાંથી મળ્યો દારૂ

a 163 4 ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે રાહત, 28 ડિસેમ્બરે GST કાઉન્સીલમાં લેવાશે નિર્ણય

ટેક્સટાઇલ ઉદ્યોગકારોએ 12 ટકા જીએસટી લાગુ કરવાનો સખ્ત વિરોધ દર્શાવી માત્ર 5 ટકા યથાવત રાખવા માગ કરી છે, જો આ અંગે જીએસટી 12 ટકા જ લેવાના નિર્ણયનો અમલ થશે અને કેન્દ્ર સરકાર ગુજરાતના હિતમાં પણ નહીં વિચારે તો ટેક્સટાઇલ ઉદ્યોગને તાળા લાગવાની સ્થિતિ નકારી શકાય એમ નથી.તો સાથે-સાથે ટેક્સટાઇલ ઉદ્યોગો પર પરોક્ષ રીતે અનેક કર્મચારીઓ કે શ્રમજીવીઓ પૂરક રોજગારી મેળવી રહ્યાં છે. આ સંજોગોમાં જો ટેક્સટાઇલ ઉદ્યોગને ફટકો પડે એટલે કે 12 ટકાનો આર્થિક બોજો આવે તો બેરોજગારીની સમસ્યા પણ વિકટ બની શકે છે. જો કે 28-મી-ડિસેમ્બરે આયોજીત જીએસટી કાઉન્સીલમાં આ સમસ્યાનું સમાધાન કરવામાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ સહિતનાએ પણ હકારાત્મક અભિગમ અપનાવી નિર્ણય લેવા સૂચન કર્યાની માહિતી મંતવ્યન્યૂઝને પ્રાપ્ત થઇ છે.ત્યારે હવે 28-ડિસેમ્બરના આખરી નિર્ણય પર સૌની મીટ મંડાયેલી છે.

આ પણ વાંચો : રાજ્ય સરકારે નદીઓના સન્માન અને રક્ષણ માટે શરૂ કર્યો ‘નદી ઉત્સવ’ 

આ પણ વાંચો :વાઈબ્રન્ટ ગુજરાત : જો કોરોનાના કેસ વધશે તો સમગ્ર કાર્યક્રમ વર્ચ્યુઅલ થઈ જશે..!!

આ પણ વાંચો :રાજ્યમાં કર્ફ્યુની પ્રથમ રાત્રિએ જ નિયમભંગ, પોલીસે વાહનચાલકો પાસેથી વસૂલ્યો મસમોટો દંડ