DamodarKund-Childdeath/ દામોદર કુંડમાં ડૂબી જવાથી બાળકનું મોત, પરિવારમાં છવાયો માતમ

શહેરના પવિત્ર દામોદર કુંડમાં સ્નાન કરવા રોજ લોકો મોટી સંખ્યામાં આવે છે. તેમા આજે એક દુર્ઘટના બનતા લોકોને આંચકો લાગ્યો હતો. વિખ્યાત દામોદર કુંડમાં બે વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું.

Top Stories Gujarat Rajkot
Damodar Kund Child death દામોદર કુંડમાં ડૂબી જવાથી બાળકનું મોત, પરિવારમાં છવાયો માતમ

જૂનાગઢઃ શહેરના પવિત્ર દામોદર કુંડમાં Damodar Kund-Child Death સ્નાન કરવા રોજ લોકો મોટી સંખ્યામાં આવે છે. તેમા આજે એક દુર્ઘટના બનતા લોકોને આંચકો લાગ્યો હતો. વિખ્યાત દામોદર કુંડમાં બે વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ફાયરબ્રિગેડ વિભાગને કરવામાં આવતા તેણે બાળકના મૃતદેહને બહાર કાઢ્યો હતો. બાળકના મોતને લઈને કુટુંબમાં શોકનું વાતાવરણ છવાયું છે.

આજે આ પવિત્ર કુંડ ખાતે એક ગોજારી ઘટના બની છે. દામોદર કુંડમાં ડૂબી જવાથી એક બાળકનું મોત થયું છે. હેત કિકાણી નામના બાળકનુ ડુબી જવાથી મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. Damodar Kund-Child Death પરીવાર પવિત્ર દામોદર કુંડ ખાતે સ્નાન માટે આવ્યો હતો. અચાનક હેતનું પાણીમા ડુબી જવાથી મોત થયું છે. બાળકના મૃતદેહને પીએમ માટે સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

શહેરમાં આવેલા દામોદર કુંડનું એક વિશેષ ધાર્મિક મહત્વ છે. અહીં રોજ મોટી સંખ્યામાં લોકો સ્નાન કરવા માટે આવે છે. ભવનાથ ક્ષેત્રમાં મુસ્કુન્દ ગુફા નજીક આવેલું આ તળાવ ખૂબ પૌરાણિક છે. અહીં એવી Damodar Kund-Child Death પણ માન્યતા છે કે મૃત આત્માઓ અહીં મોક્ષ પ્રાપ્ત કરે છે, અસ્થિઓ પધરાવવા અને પિતૃઓને મોક્ષ માટેના પ્રખ્યાત સ્થળો હરિદ્વાર ગંગા અને પ્રયાગ ખાતે ત્રિવેણી સંગમ આવેલા છે તેવી જ રીતે જૂનાગઢમાં દામોદર કુંડને પણ પિતૃ મોક્ષનું પવિત્ર સ્થળ માનવામાં આવે છે. આ પહેલા જુલાઈમાં પણ બે વર્ષના બાળકનું મોત થયું હતું.

 

આ પણ વાંચોઃ ગજબ/ અવકાશમાંથી હિમાલય કેવો દેખાય છે? અવકાશયાત્રીએ મોકલ્યા ફોટો, તમે જોઈ..

આ પણ વાંચોઃ OMG!/ આ છે દુનિયાની સૌથી મોંઘી કીટલી, કિંમત એટલી છે કે તમને ચા રાખવાનું મન નહીં થાય

આ પણ વાંચોઃ અજબ ગજબ ન્યૂઝ/ ભારતના 5 અજીબ ગામ, જ્યાં રહે છે માત્ર કરોડપતિ, બોલે છે સંસ્કૃત, 50 વર્ષથી આ ગામમાં નથી થયા લગ્ન

આ પણ વાંચોઃ અજબ ગજબ ન્યૂઝ/ વાદળી રંગનું હોય છે આ મરઘીનું ઈંડું, જાણો કેમ છે આવું

આ પણ વાંચોઃ OMG!/ દુનિયાની એક એવી જગ્યા જ્યાં 6 મહિના સુધી નથી થતો સૂર્યોદય, છતાં લોકો છે ખુશ