ગુજરાત/ કચ્છ હાઇવેથી માળીયા શહેર તરફ જતો રસ્તો અતિ બીસ્માર, લોકોએ તંત્રને આપ્યું અલ્ટીમેટમ

કચ્છ હાઇવેથી માળીયા શહેર તરફ જવાનો રસ્તો છેલ્લા પાચ વર્ષથી અતિ બીસ્માર હાલતમાં છે. નવલખી બંદર તેમજ જામનગર જીલ્લાને જોડતો આ મુખ્ય માર્ગ છે. અન્ય જીલ્લાનાં તેમજ માળીયાનાં 52 ગામડાનાં હજારો વાહનો રોજ અહીથી પસાર થાય છે.

Gujarat Others
કચ્છ અને માળિયા હાઇ વે

ગુજરાતનાં વિકાસની વાતો તો તમે ઘણી સાંભળી હશે પરંતુ જમીનીસ્તર પર જો હકીકત શોધવા જશો તો વિકાસ જાણે ઝાંખો જ દેખાશે. જી હા, રાજ્યનાં ઘણા હાઇવે આજે પણ બિસ્માર હાલતમાં છે. અહી અમે તમને કચ્છ હાઇવેથી માળીયા શહેર તરફ જવાના રસ્તા વિશે જણાવી રહ્યા છીએ, જે છેલ્લા 5 વર્ષથી અતિ બિસ્માર હાલતમાં છે.

11 2021 12 27T113749.979 કચ્છ હાઇવેથી માળીયા શહેર તરફ જતો રસ્તો અતિ બીસ્માર, લોકોએ તંત્રને આપ્યું અલ્ટીમેટમ

આ પણ વાંચો – ગાંધીનગર / CM ભુપેન્દ્ર પટેલ આજે વહેલી સવારે પહોંચ્યા ગાંધીનગર સિવિલ, સરપ્રાઇઝ વિઝિટથી સ્ટાફ થયુ એલર્ટ

રાજ્યમાં રોડ-રસ્તાઓની કેવી હાલત છે તે જાણવા માટે પણ તમારે કમર સરખી કરવી પડે તો નવાઇ નહી. તમે વિચારતા હશો કે કેમ આ પ્રકારની વાતો કહેવાય છે. પરંતુ અમે તમને જણાવી દઇએ કે, કચ્છ હાઇવેની વાત કરીએ તો આ રસ્તો એટલો બિસ્માર હાલતમાં છે કે તમે જોઇને કહેશો કે અહીથી કેવી રીતે પસાર થવુ. જણાવી દઇએ કે, કચ્છ હાઇવેથી માળીયા શહેર તરફ જવાનો રસ્તો છેલ્લા પાચ વર્ષથી અતિ બીસ્માર હાલતમાં છે. નવલખી બંદર તેમજ જામનગર જીલ્લાને જોડતો આ મુખ્ય માર્ગ છે. અન્ય જીલ્લાનાં તેમજ માળીયાનાં 52 ગામડાનાં હજારો વાહનો રોજ અહીથી પસાર થાય છે. આ રસ્તામાં કમરતોડ ખાડાઓ પડી ગયા છે. આ રસ્તામાં દુધ વાહનો, શાકભાજીનાં વાહનો, સ્કૂલવાહનો તેમજ હોસ્પિટલે દર્દીઓને લઇ જવામાં ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે.

11 2021 12 27T113850.661 કચ્છ હાઇવેથી માળીયા શહેર તરફ જતો રસ્તો અતિ બીસ્માર, લોકોએ તંત્રને આપ્યું અલ્ટીમેટમ

આ પણ વાંચો – Covid-19 / તો શું ત્રીજી લહેર નજીક છે? સુરતની સિવિલ હોસ્પિટલમાં 1 હજાર બેડ તૈયાર

નાના વાહનો તેમજ નવલખી પોર્ટનાં વાહનોમાં ખાડાનાં કારણે નુકસાની આવી રહી છે. આ રસ્તા પર અધિકારીઓ તેમજ નેતાઓ પસાર થઇ રહ્યા છે, પરંતુ કોઇ રસ્તો રીપેર નથી કરાવતુ. માળીયા તાલુકાનાં લોકો હવે કંટાળી પ્રસાસનને રીપેર માટે આઠ દિવસનુ અલ્ટીમેટ આપ્યુ છે. જો આઠ દિવસમાં રસ્તો રીપેર ન થયો તો આ રસ્તા પર પસાર થતા ભારે વાહનો બેરિકેટ લગાવી બંધ કરી દેવામાં આવશે. જો રસ્તો બંધ થશે તો જામનગર તેમજ નવલખી પોર્ટનો વાહન વ્યવહાર ઠપ થઇ જશે, તો પ્રસાસન તાત્કાલિક આ રસ્તો રીપેર કરે તેવી માંગ ઉઠી છે.