My wife Murder/ બાપુનગરમાં પતિએ પત્નીને ચામડાના પટ્ટાથી ફટકારતા મોત

પતિનો નશો પત્નીને ભારે પડી ગયો છે. બાપુનગરમાં રહેતી પરીણિતાએ દીકરીને જન્મ આપ્યા પછી તેનો પતિ તેની મારઝૂડ કરતો હતો. પતિએ આ જ રીતે પત્નીને ચામડાના પટ્ટાથી સખ્ત માર માર્યો હતો. તેના પછી તેને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં અને પછી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. સારવાર દરમિયાન પત્નીનું છ માર્ચે મૃત્યુ નીપજ્યું હતું.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 1 1 બાપુનગરમાં પતિએ પત્નીને ચામડાના પટ્ટાથી ફટકારતા મોત

અમદાવાદઃ પતિનો નશો પત્નીને ભારે પડી ગયો છે. બાપુનગરમાં રહેતી પરીણિતાએ દીકરીને જન્મ આપ્યા પછી તેનો પતિ તેની મારઝૂડ કરતો હતો. પતિએ આ જ રીતે પત્નીને ચામડાના પટ્ટાથી સખ્ત માર માર્યો હતો. તેના પછી તેને સારવાર માટે જનરલ હોસ્પિટલમાં અને પછી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયો હતો. સારવાર દરમિયાન પત્નીનું છ માર્ચે મૃત્યુ નીપજ્યું હતું. તેના પગલે પરિણીતાના જમાઈ સંતોષ સર્વદેવ સોની સામે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

સમગ્ર ઘટનાની વિગત એવી છે કે આઝમગઢના રહેવાસી સુરેન્દ્ર વર્માની 25 વર્ષીય દીકરી ખૂશ્બુના લગ્ન 2018માં બાપુનગરના શિવમ ફ્લેટમાં રહેતા સંતોષ સર્વદેવ સોની સાથે 2018માં કર્યા હતા. ત્રીજી માર્ચે સુરેન્દ્ર વર્માએ દીકરી સાથે ફોનમાં વાત કરીને જાણ્યું હતું કે ખુશ્બૂની તબિયત ખરાબ છે. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે. તેની સાથે તેનો પતિ છે.

આ જાણીને સુરેન્દ્ર વર્માએ વડોદરામાં રહેતા દીકરાને અમદાવાદની હોસ્પિટલમાં તેની ખબરઅંતર લેવા મોકલ્યો હતો. ખૂશ્બુ જે હોસ્પિટલમાં હતી ત્યાં તેનો ભાઈ પહોંચ્યો ત્યારે ડોક્ટરોએ જણાવ્યું હતું કે તેની તબિયત બહુ ખરાબ છે તેને સિવિલમાં લઈ જવી પડશે. ખૂશ્બુને સિવિલમાં લઈ જવાઈ હતી. શુભમે આ સમયે બહેનનો વિડીયો લીધો હતો, તેમા ખૂશ્બુએ જણાવ્યું હતું કે દીકરીના જન્મ પહેલા અને પછી તેનો પતિ તેની સાથે મારઝૂડ કર્યા કરતો હતો. નશો કરીને આવે ત્યારે ચામડાના પટ્ટાથી તેને મારતો હતો. ઓપરેશન કરાવ્યું હોવા છતાં પણ પતિ તેને પેટ પર લાત મારતો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:તમારા માટે/હંમેશા નબળાઈ અને થાક લાગે છે?, સવાર-સાંજ આ 5 મસાલાના પાઉડરનું સેવન કરો, 20 વર્ષની ઉંમરની તાકાત મળશે

આ પણ વાંચો:Holi Colors Affects Mood/તણાવથી રાહત મેળવવા માટે જોરશોરથી રમો હોળી, ગુલાલ રમવાના આ છે માનસિક સ્વાસ્થ્ય લાભ

આ પણ વાંચો:તમારા માટે/ઉધરસને કારણે તમારું  ગળું ખરાબ થઇ ગયું  છે , તો તાત્કાલિક રાહત માટે અપનાવો આ અસરકારક ઉપાયો