Not Set/ #લોકડાઉન/ થોડા દિવસ કાળી ચા પીવામાં પણ વાંધો નથી; પરંતુ પરિણામ મળવું જોઈએ….

આખા વિશ્વને પોતાના બાનમાં લેનાર કોરોના  સામે રાહતના હજુ સુધી તો કોઈ જ સમાચાર ક્યાંયથી પણ સાંપડ્યા નથી. દિન દો ગુની રાત ચો ગુની રીતે આ વાઇરસ વધી રહ્યો છે. ચોતરફ કોરોના સિવાયની કોઈ વાત સાંભળવા મળતી નથી. બીજી તરફ કોરોના રોકવા જેને રામબાણ હથિયાર માનવામાં આવે છે તેવું લોકડાઉન 2.0 ખતમ થવા જઈ રહ્યું […]

India
6533b1466360310533f9c2dfbca85b3d #લોકડાઉન/ થોડા દિવસ કાળી ચા પીવામાં પણ વાંધો નથી; પરંતુ પરિણામ મળવું જોઈએ....
6533b1466360310533f9c2dfbca85b3d #લોકડાઉન/ થોડા દિવસ કાળી ચા પીવામાં પણ વાંધો નથી; પરંતુ પરિણામ મળવું જોઈએ....

આખા વિશ્વને પોતાના બાનમાં લેનાર કોરોના  સામે રાહતના હજુ સુધી તો કોઈ જ સમાચાર ક્યાંયથી પણ સાંપડ્યા નથી. દિન દો ગુની રાત ચો ગુની રીતે આ વાઇરસ વધી રહ્યો છે. ચોતરફ કોરોના સિવાયની કોઈ વાત સાંભળવા મળતી નથી. બીજી તરફ કોરોના રોકવા જેને રામબાણ હથિયાર માનવામાં આવે છે તેવું લોકડાઉન 2.0 ખતમ થવા જઈ રહ્યું છે, ત્યારે હાલ સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે કે, લોકડાઉનને 17 મેં  સુધી કેન્દ્ર સરકાર દ્વારા લંબાવવામાં આવ્યું છે. અને આ પગલું ઇચ્છનીય તેમજ જરૂરી પણ હતું।

કેમ કે, ધાર્યા મુજબ કોરોના જરાપણ કંટ્રોલમાં આવ્યો નથી. ગુજરાતમાં શરૂઆતમાં 19 માર્ચ સુધી જ્યાં કોઈ એક કેસ પણ નોતો ત્યાં આજે ગુજરાત અને તેમાં પણ ખાસ તો અમદાવાદ મહારાષ્ટ્ર પછી બીજા નંબર પર છે. ત્યારે એમ આસાની થી લોકડાઉન ના ખોલી શકાય। જે દેખીતી બાબત છે. પરંતુ અહીં સૌથી મહત્વની બાબત તે છે કે, લોકડાઉન ના 2 રાઉન્ડના અમલીકરણ બાદ પણ જે પરિણામ મળવું જોઈએ તે કેમ નથી મળી રહ્યું? શું કારણો છે કે, લોકડાઉન બાદ પણ સ્થિતિ ગંભીર જ છે. ત્યારે આવા કારણો માં જોવા જઇયે તો ખાસ તો,

1. લોકડાઉન માં જીવન જરૂરી ચીજ-વસ્તુઓ લાવવાની છૂટ ના કારણે સવારમાં અને સાંજે ઘણાં ખરા વિસ્તારોમાં રીતસર ટોળે ટોળા નીકળે છે. લોકોની અવર-જવર જોઈને માની પણ ના શકાય કે, લોકડાઉન છે.
2. અસલમાં આ લોકડાઉંન કેરળ કે રાજસ્થાન મોડેલનું હોવું જોઈતું હતું।
3. લાંબા લચક લોકડાઉંનના બદલે ફક્ત 18 દિવસ જ ચુસ્ત લોકડાઉન કરાવાયું હોત તો એક ઝાટકે જ ઘણો ફર્ક પડત. 
4. માની લેવામાં આવે કે, માનવીયતાના ધોરણે કે બંધારણીય રીતે  લોકોને જીવન જરૂરી ચીજ વસ્તુઓ મેળવવાની સુવિધા પુરી પાડવી જોઈએ, પરંતુ સ્થિતિ મુજબ સરકાર કોઈપણ પગલાં લઇ શકે છે.
5. અને જે રીતે મ્યુ, દ્વારા શાકભાજી ની વ્યવસ્થા કરવામાં આવી હતી તેમ કરિયાણું કે દૂધ માટે પણ પીપીપી ધોરણે વ્યવસ્થા  કરી શકાય।
6. અથવા તો સૌથી મોટો  ઓપશન હતો  100 % સેફટી સાથે હોમ ડિલિવરીનો ઓપશન। 
7. ભારતની આર્થિક વ્યવસ્થા મુજબ મોટાભાગે દરેક ગલીએ કરિયાણાની દુકાનો હોય છે, તો એ લોકો પણ આસાનીથી હોમ ડિલિવરી ચાર્જ સાથે કરી શકે.
8. અને ગરીબો માટે ઓલરેડી તંત્ર દ્વારા ફૂડ પેકેટ થી લઈ અનાજ વિતરણ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને આ સિવાય તંત્રમાં બેઠેલ નિષ્ણાતો ની ટીમ આ અંગે અન્ય રસ્તા પણ શોધી શકત। 

ત્યારે કહેવાનો આશય તે જ છે કે, આ અડધું-પડધું લોકડાઉન કે જેમાં લોકો 12 વાગ્યા પહેલા ઘરની બહાર નીકળે જ છે. તેમજ કરિયાણા અને ખાસ તો શાકભાજીની દુકાનોએ કોઈ સોશ્યલ ડિસ્ટનસીંગ જળવાતું નથી. લોકો એકસાથે દુકાનોમાં ઘુસી ઘણીવાર જાતે ફમ્ફોસી વસ્તુ લેતા નજરે ચડે છે. અને આ સ્થિતિના કારણે જ 67 થી પણ વધુ શાકભાજીવાળાને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમજ પશ્ચિમ વિસ્તારમાં પણ વધી રહેલ કેસો પાછળ આ કોરોના કેરિયર્સ જ જવાબદાર  બન્યા છે.

ત્યારે ત્રીજી વખત જયારે લોક્ડડાઉન લંબાવવામાં આવ્યું છે ત્યારે તેની પેટર્નમાં બદલાવ લાવવો જરૂરી છે. રાહે ઓર ભી  હૈ.. ની જેમ એ જ પેટર્ન માં લોકડાઉન લંબાવવાને બદલે લોકડાઉન દરમ્યાન રહેલ ખામીઓને કારણે ન મળેલ સફળતા ને ધ્યાનમાં રાખી આ પેટર્નમાં બદલાવ લાવવામાં આવે. સરકાર પાસે મેન પાવર છે જ.. ત્યારે આ ચુસ્ત લોકડાઉન એકવાર ટ્રાય કરવા જેવું ખરું।. અને આ દરમ્યાન લોકોને થોડા દીવસ અગર  માની લો કે દૂધ કે કોઈ અન્ય ચીજ નહિ પણ મળે તો લોકો ચલાવી લેશે। કેમ કે, અગર જલ્દી પરિણામ મળતું હોય તો થોડા દિવસ કાળી ચા પીવામાં પણ વાંધો નથી…

પરંતુ પરિણામ મળવું જોઈએ।.. આ ભયાવહ સ્થિતિમાં કોઈ સારા સમાચાર મળવા જોઈએ.. લોકો પણ આખરે તો આ જ ઈચ્છે છે.. તંત્ર ધ્યાન લોકોની લાગણી સમજે એવી આશા..

@કટાર લેખક, રીના બ્રહ્મભટ્ટની કલમથી……..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન