Not Set/ સમગ્ર દેશમાં 4થી 17 મે સુધી લોકડાઉન લંબાવાયુ: લૉકડાઉન-3 વિશે તમે જે જાણવા માંગો છો એ બધી જ વિગતો….

સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ : રેડ ઝોન સહિતનાં ઝોનમાં ઝોન વાઈઝ આપવામાં આવશે રાહત. હોટેલ્સ, મોલ્સ, જિમ અને સ્કૂલ એકપણ ઝોનમાં નહીં ખૂલે, રેલ અને હવાઈ સેવા પણ બંધ. સમગ્ર દેશમાં 4થી 17 મે સુધી લોકડાઉન લંબાવાયુ: લૉકડાઉન-3 વિશે તમે જે જાણવા માંગો છો એ બધી જ વિગતો…. કોરોના […]

India
48851ddfbaf1aa8ae9d7551ceef9a52c સમગ્ર દેશમાં 4થી 17 મે સુધી લોકડાઉન લંબાવાયુ: લૉકડાઉન-3 વિશે તમે જે જાણવા માંગો છો એ બધી જ વિગતો....
48851ddfbaf1aa8ae9d7551ceef9a52c સમગ્ર દેશમાં 4થી 17 મે સુધી લોકડાઉન લંબાવાયુ: લૉકડાઉન-3 વિશે તમે જે જાણવા માંગો છો એ બધી જ વિગતો....

સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ : રેડ ઝોન સહિતનાં ઝોનમાં ઝોન વાઈઝ આપવામાં આવશે રાહત. હોટેલ્સ, મોલ્સ, જિમ અને સ્કૂલ એકપણ ઝોનમાં નહીં ખૂલે, રેલ અને હવાઈ સેવા પણ બંધ. સમગ્ર દેશમાં 4થી 17 મે સુધી લોકડાઉન લંબાવાયુ: લૉકડાઉન-3 વિશે તમે જે જાણવા માંગો છો એ બધી જ વિગતો….

કોરોના વાયરસની મહામારીમાંથી દેશભરનાં નાગરિકોને બચાવવા માટે જનહિતાર્થે લોકડાઉન વધુ બે અઠવાડિયા સુધી લંબાવવામાં આવ્યું છે. જાન હેં તો જહાન હેંના સૂત્ર સાથે કામ કરતી મોદી સરકારે દેશમાં ફરી એક વખત લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી દીધી છે. જે અંતર્ગત સમગ્ર દેશમાં તા. 4થી 17 મે સુધી લોકડાઉન-3 રહેશે. આ દરમિયાન રેડ ઝોન સિવાયનાં ઝોનમાં ઝોન વાઈઝ આપવામાં આવશે રાહત આપવામાં આવશે. જોકે તમામ ઝોનમાં સાંજે 7થી સવારે 7 વાગ્યા સુધી ઘર બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ભારતમાં વાઈરસ ટ્રાન્સમિશનની ચેનને તોડવા માટે રેડ, ઓરેન્જ અને ગ્રીન ઝોનને ઓળખી કાઢવામાં આવ્યા છે. દેશમાં 130 જિલ્લા રેડ ઝોન જાહેર કરાયા છે. 284 જિલ્લા ઓરેન્જ ઝોન જાહેર કરાયા છે. જ્યારે 319 જિલ્લા ગ્રીન ઝોન જાહેર કરાયા છે.

ગ્રીન ઝોન જાહેર કરાયેલા 319 જિલ્લામાં શરતો સાથે 50 ટકા બસો દોડી શકશે. ઓરેન્જ ઝોનમા ઇ-કોમર્સને પણ પરવાનગી આપી છે. આ ઝોનમાં જીવનજરુરિયાતનાં સામન ઉપરાંત બિનજરુરી સામાનની પણ છૂટ આપવામાં આવી છે. ગ્રીન ઝોનમાં તમામ આર્થિક ગતિવિધિઓની છૂટ આપવામાં આવી છે. તાજા આદેશ પ્રમાણે ગ્રીન ઝોનનાં 307 જિલ્લામાં બસો ચાલશે, પરંતુ બસોની ક્ષમતા 50 ટકાથી વધારે નહીં હોય. એટલે કે કોઈ બસમાં 50 સીટો છે તો 25થી વધારે યાત્રીઓ સફર નહીં કરી શકે. આ જિલ્લાઓમાં દુકાનો, સલૂન સહિત અન્ય જરૂરી સેવાઓ અને વસ્તુઓ 4 મેથી ઉપલબ્ધ બનશે.

ગૃહ મંત્રાલયે જાહેર કરેલી એડવાઇઝરી મુજબ રેડ ઝોનમાં અનેક પ્રકારનાં પ્રતિબંધો હશે. રેડ ઝોનમાં સાઇકલ રિક્ષા, ઑટો રિક્ષા, ટેક્સી અને કેબ સેવા ઉપલબ્ધ નહીં થાય. અહીં એક જિલ્લાથી બીજા જિલ્લાની વચ્ચે બસ સેવા પણ બંધ રહેશે. સ્પા, સલૂનની દુકાનો પણ બંધ રહેશે.

ઑરેન્જ ઝોનમાં બસોને છૂટ નહીં હોય, કેબની પરવાનગી હશે. કેબમાં ડ્રાઇવર સાથે એક જ પેસેન્જર બેસી શકે છે. ઑરેન્જ ઝોનમાં ઇન્ડસ્ટ્રિયલ એક્ટિવિટિ શરુ થશે અને કોમ્પલેક્સ પણ ખુલશે.

રેડ ઝોન
* એવા મેટ્રો શહેરો કે જ્યાં કોરોના સંક્રમણ સૌથી વધુ છે તેનો સમાવેશ કરાયો
* આ ઝોનમાં આવશ્યક ચીજ વસ્તુઓ સિવાય કોઈપણ દુકાનો નહીં ખોલી શકાય

ઓરેન્જ ઝોન
* બસો ચલાવવા મંજૂરી નહીં પરંતુ કેબ ચલાવવા મંજૂરી
* બે મુસાફર સાથે ટેકસી સેવાને પણ મંજૂરી આપવામાં આવી
* ટુ-વ્હિલર વાહનોને મંજૂરી આપવામાં આવી
* ઔદ્યોગિક એકમો અને કોમ્પલેક્સ ખુલી શકશે

ગ્રીન ઝોન
* પાછલા ૨૧ દિવસથી કોરોના વાયરસના એકપણ કેસ નથી મળ્યા તે જિલ્લાને ગ્રીન ઝોનમાં મુકાયા
* ગ્રીન ઝોન જાહેર કરાયેલા ૩૧૯ જિલ્લામાં શરતો સાથે ૫૦ ટકા બસો દોડી શકશે
* જરૂરી સેવાઓ સહિત સલૂનની દુકાનો પણ શરૂ કરી શકાશે
* કારખાના, નાના મોટા ઉદ્યોગો, ટ્રાન્સપોર્ટ, દુકાનો સહિત અન્ય સેવાઓ શરતો સાથે સંપૂર્ણ રીતે ખોલવા મંજૂરી

લોકડાઉન-3માં આની પરવાનગી નહીં હોય
* વિમાન, રેલવે, મેટ્રો ટ્રેન સેવા
* આંતર-રાજ્ય રોડ અવરજવર
* શાળા-કોલેજો, યુનિ.
* થિયેટર, શોપિંગ મોલ્સ, જિમ્નેશિયમ્સ, ધાર્મિક સ્થળો
* સાંજે 7 વાગ્યાથી સવારે 7 સુધી બિનજરૂરી કામ માટે તમામ માટે ગતિવિધિ બંધ રહેશે
* તમામ ઝોનમાં 65થી વધુ ઉંમરની વ્યક્તિ, બાળકો અને ગર્ભવતી મહિલાઓ ઘરમાં જ રહેવું પડશે
* જાહેર કાર્યક્રમો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન