પંજાબ/ નવજોત સિંહ સિદ્ધુની કરાઈ અટકાયત, રાજ્યપાલ નિવાસ પર કરી રહ્યા હતા ધરણા

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં નવજોત સિંહ કોંગ્રેસના કાર્યકરો સાથે રાજ્યપાલના આવાસની બહાર ધરણા કરી રહ્યા હતા…

Top Stories India
નવજોત સિંહ

પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુને ચંદીગઢ પોલીસે કસ્ટડીમાં લીધા છે. કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં નવજોત સિંહ કોંગ્રેસના કાર્યકરો સાથે રાજ્યપાલના આવાસની બહાર ધરણા કરી રહ્યા હતા. પ્રિયંકા ગાંધી લખીમપુરમાં બનેલી ઘટના બાદ લખીમપુર જવા રવાના થયા હતા અને ઉત્તરપ્રદેશ પ્રશાસને લખીમપુર પહોંચતા પહેલા જ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા.

આ પણ વાંચો : ભાજપનાં બે મંત્રીઓની સંડોવણીનાં કારણે લખીમપુર ઘટનાની નહી થાય યોગ્ય તપાસઃ માયાવતી

ચંદીગઢમાં રાજ્યપાલના નિવાસસ્થાનની બહાર ધરણા દરમિયાન, નવજોત સિંહ સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યું કે તેઓ પંજાબમાં કૃષિ કાયદાઓના અમલને મંજૂરી નહીં આપે. લખીમપુર ખીરીના કેસનો ઉલ્લેખ કરતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પહેલા કેન્દ્ર સરકાર શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીનો ઉપયોગ કરતી હતી અને હવે તેઓએ ખેડૂતોની હત્યા કરી છે. નવજોત સિંહ સિદ્ધુએ ધરણા દરમિયાન ખેડૂત મજૂર એકતા ઝિંદાબાદના નારા પણ લગાવ્યા હતા.

કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું, “શું અમને એ આધાર પર ધરપકડ કરવામાં આવી છે કે જેઓએ ખેડૂત ભાઈઓની નિર્દયતાથી હત્યા કરી હતી, તેમની ધરપકડની માંગણી કરી હતી, તેથી અમારી ધરપકડ કરી. તે મારો મૂળભૂત અધિકાર છે કે મારે અધિકારો માટે અવાજ ઉઠાવવો જોઈએ. શું કારણ કે મેં ખટ્ટર સાહેબના નિવેદન સામે અવાજ ઉઠાવ્યો છે જેમાં ઘમંડની ગંધ આવે છે, શું તે દેશદ્રોહી નથી કે તે 60 ટકા ખેડૂતો પર પોતાનો ઘમંડી વિચાર બતાવી રહ્યા છે? શું આ ઘમંડ છે? અમારા જનરલ સેક્રેટરી પ્રિયંકા જી સાથે ગેરવર્તન, શું આ વસ્તુનો વિરોધ કરવો કાયદાની વિરુદ્ધ છે? “

આ પણ વાંચો :કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીની કરાઈ અટકાયત, કસ્ટડી રૂમમાં સફાઈ કરતા નજરે પડ્યા

લખીમપુર ખીરીમાં હેલિપેડ પર ધરણાથી શરૂ થયેલું ખેડૂતોનું પ્રદર્શન  હિંસક બની ગયું જેમાં 8 લોકોના મોત થયા. હકીકતમાં રવિવારે લખીમપુર ખીરીમાં યુપીના ડેપ્યુટી સીએમ કેશવપ્રસાદ મૌર્ય મુલાકાત કરવાના હતા. કેશવપ્રસાદ મૌર્ય લખીમપુર ખીરીમાં કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રા ટેનીના ગામ જઈ રહ્યા હતા. અજય મિશ્રા ટેનના પુત્ર આશીષ મિશ્રા કેશવ પ્રસાદ મૌર્યને રિસિવ કરવા પહોંચ્યા હતા પરંતુ ત્યાં પહેલેથી જ ખેડૂતો હાજર હતા જે કેશવ પ્રસાદનો વિરોધ કરવા માટે ભેગા થયા હતા.

ત્યારબાદ ખેડૂતોએ અજય મિશ્રા ટેનીના પુત્રનો વિરોધ શરૂ કરી દીધો અને પછી ખેડૂતોએ આ નેતાઓના કાફલાને રોકવાની કોશિશ કરી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાએ પ્રદર્શન કરી રહેલા ખેડૂતો પર કથિત રીતે ગાડી ચડાવી દીધી. લખીમપુરમાં તણાવ જોતા પ્રશાસને ઘટનાસ્થળના 20 કિમીના દાયરામાં ઈન્ટરનેટ સેવા બંધ કરી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ADG લો અને ઓર્ડર સહિત પોલીસના સીનિયર ઓફિસરોને ઘટનાસ્થળે મોકલ્યા છે.

આ પણ વાંચો : પ્રશાંત ભૂષણે યોગી સરકારને પૂછ્યું – જો ભાજપના નેતાઓ વિપક્ષ દ્વારા શાસિત રાજ્યોમાં જાય તો તેમની સાથે ઝપાઝપી થાય?

આ પણ વાંચો :આર્યન ખાન અને અન્ય આરોપીઓને લઈને કોર્ટમાં જવા રવાના થઇ NCB ની ટીમ, જુઓ ફોટો