Not Set/ દિલ્હી/ રાજધાનીમાં ફરી વધ્યુ પ્રદૂષણ, AQI પહોચ્યુ 400 થી પણ વધુ, જાણો આ વિશે શું કહે છે રાષ્ટ્રપતિ

પ્રદૂષણથી હેરાન પરેશાન થઇ ચુકેલી દિલ્હીની જનતાને એકવાર ફરી ગુરુવારે પણ રાહત મળી નથી, આજે કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 400 ને પાર કરી ગયુ છે, જે ખરાબ શ્રેણીમાં આવે છે, દિલ્હીનાં આનંદ વિહાર વિસ્તારમાં એક્યુઆઈ 409, બવાનામાં 406, વિવેક વિહારમાં 391 અને રોહિણીમાં 413 નોંધાયો છે, આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર […]

Top Stories India
Air Pollution દિલ્હી/ રાજધાનીમાં ફરી વધ્યુ પ્રદૂષણ, AQI પહોચ્યુ 400 થી પણ વધુ, જાણો આ વિશે શું કહે છે રાષ્ટ્રપતિ

પ્રદૂષણથી હેરાન પરેશાન થઇ ચુકેલી દિલ્હીની જનતાને એકવાર ફરી ગુરુવારે પણ રાહત મળી નથી, આજે કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 400 ને પાર કરી ગયુ છે, જે ખરાબ શ્રેણીમાં આવે છે, દિલ્હીનાં આનંદ વિહાર વિસ્તારમાં એક્યુઆઈ 409, બવાનામાં 406, વિવેક વિહારમાં 391 અને રોહિણીમાં 413 નોંધાયો છે, આપને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક દિવસોમાં દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ઘટી ગયું હતુ, પરંતુ હવે દિલ્હીવાસીઓ ફરી એકવાર ઝેરી હવાનો સામનો કરી રહ્યા છે, જો કે હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં એક્યુઆઈનું સ્તર સુધરી શકે છે.

આ વિશે વાત કરતાં, કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય હેઠળની વાયુ ગુણવત્તાની દેખરેખ સંસ્થા, સફરે દિલ્હીમાં ફરીથી ધુમ્મસની આગાહી કરી છે, તેમનુ કહેવુ છે કે, શનિવારથી પશ્ચિમી વિક્ષોભ સક્રિય રહેશે જે પવનની ગતિમાં સુધારો કરશે, જેનાથી સ્થિતિ સામાન્ય થઇ શકે છે. સંસદમાં દિલ્હીનાં વધતા પ્રદૂષણની ચર્ચા કરવામાં આવી હતી ત્યારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું હતું કે આ વર્ષનો એક એવો સમય છે જ્યારે રાજધાની દિલ્હી સહિત ઘણા શહેરોની હવા ગુણવત્તા ખૂબ જ ખરાબ થઇ ચુકી છે. તેમણે કહ્યું કે આપણે બધા એક પડકારનો સામનો કરી રહ્યા છીએ જે પહેલાં ક્યારેય નહોતું.

આ પહેલા, દિલ્હી હાઈકોર્ટે પણ વધતા પ્રદૂષણ પર ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું હતું કે દિલ્હીમાં પ્રદૂષણ ઘટાડવા માટે દરેકને સાથે મળીને કામ કરવું પડશે, જ્યારે હવામાં પ્રદૂષણ અંગેની પીઆઈએલની સુનાવણી કરતી વખતે હાઈકોર્ટે કહ્યું હતું કે, નાગરિકોએ પણ આ દિશામાં સક્રિય ભૂમિકા ભજવવાની જરૂર છે, પ્રદૂષણ ઘટાડવા માટે લોકોમાં ઇચ્છાશક્તિનો પણ અભાવ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.