Bihar Politics/ બિહારમાં પશુપતિ પારસ બાદ ભૂતપૂર્વ મંત્રી અલી અશરફ ફાતમીએ આપ્યું રાજીનામું, RJDમાં જોડાય તેવી અટકળો

બિહારમાં આજનો દિવસ રાજકારણ માટે વધુ મહત્વનો રહ્યો. કોઈપણ બેઠક ના મળતા કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું

Top Stories India
Beginners guide to 62 1 બિહારમાં પશુપતિ પારસ બાદ ભૂતપૂર્વ મંત્રી અલી અશરફ ફાતમીએ આપ્યું રાજીનામું, RJDમાં જોડાય તેવી અટકળો

બિહારમાં આજનો દિવસ રાજકારણ માટે વધુ મહત્વનો રહ્યો. કોઈપણ બેઠક ના મળતા કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. તેના બાદ હવે JDUના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ મંત્રી અલી અશરફ ફાતમીએ રાજીનામું આપ્યું છે. તેમણે પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભા ચૂંટણી પહેલા NDA ગઠબંધન સાથે ચૂંટણી લડી રહેલી JDUને મોટો ઝટકો લાગ્યો છે. અહીં જેડીયુ નેતા અલી અશરફ ફાતમીએ પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.

સમાચાર છે કે અલી અશરફ ફાતમી આવતીકાલે (20 માર્ચ) આરજેડીમાં જોડાઈ શકે છે. અગાઉ પણ તેઓ આરજેડીની ટિકિટ પર દરભંગા સીટથી સાંસદ રહી ચૂક્યા છે. મિથિલાંચલની દરભંગા કે મધુબની લોકસભા સીટ જોઈએ છે. જણાવી દઈએ કે ફાતમી પૂર્વ કેન્દ્રીય મંત્રી રહી ચૂક્યા છે. રાજીનામું આપવાની સાથે ફાતમીએ એક પત્ર પણ લખ્યો છે. જેમાં તેણે લખ્યું છે કે “નૈતિક મૂલ્યોની રક્ષા માટે હું જનતા દળ યુનાઈટેડના પ્રાથમિક સભ્યની સાથે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી રહ્યો છું. કૃપા કરીને તેનો સ્વીકાર કરો.” તેમણે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારને પત્ર લખી પોતાનું રાજીનામું સોંપ્યું. થોડા દિવસો પહેલા લાલન સિંહે આ પદ છોડી દીધું હતું અને સીએમ નીતિશ કુમાર રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. મહત્વનું છે કે અલી અશરફ ફાતમીએ 10મી, 11મી, 12મી અને 14મી લોકસભામાં દરભંગા સીટ જીતી હતી. 2019માં RJDમાંથી તેમના સસ્પેન્ડ થવાનું મુખ્ય કારણ લાલુ પરિવાર પ્રત્યેનો અનાદર હતો. ફરી એકવાર તેઓ આરજેડી સાથે જોડાય તેવી વર્તુળોમાં ચર્ચા છે.

આજે બિહારમાં પશપુતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું છે. લોકસભા ચૂંટણીમાં સીટોની વહેંચણી બાદ કેન્દ્રીય મંત્રી પશુપતિકુમાર પારસ અને ચિરાગ પાસવાન ભાજપના વલણથી નારાજ થયા હતા. ચિરાગ પાસવાન અને તેના કાકા પશુપતિ પારસ વચ્ચે એક બેઠકને લઈને ગજગ્રાહ ચાલ્યો. ભાજપે ચિરાગ પાસવાનને રાજી કરવા જતા કેન્દ્રીયમંત્રી પશુપતિ પારસને નજરઅંદાજ કર્યા. ભાજપે સીટ શેરિંગ મામલે અવગણતા આખરે કેન્દ્રીયમંત્રી પશુપતિ પારસે મોદી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું. લોકસભા ચૂંટણી સમયે ગઠબંધનના સાથી પક્ષો ભાજપ પર દબાણ કરી રહ્યા છે. ત્યારે કેટલાક મોટા માથાઓને રાજી કરવામાં આવે છે ત્યારે કેટલાકને પડતા મૂકવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Punjab Crime News/લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા દંપતીની પરિવારજનોએ જ કરી હત્યા, પોલીસ કરી રહી છે ગુનેગારોની શોધખોળ

આ પણ વાંચોઃ Breaking News/પશપુતિ પારસે મોદી કેબિનેટમાંથી આપ્યું રાજીનામું, સીટ શેરિંગ મામલે ભાજપ અને ભત્રીજા ચિરાગ સાથે બગડયા સંબંધો

આ પણ વાંચોઃ Breaking News/મોટા સમાચાર, રાહુલ અને પ્રિયંકા યુપીથી નહીં લડે લોકસભાની ચૂંટણી