રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘે ( RSS ) પોતાના સ્વયં સેવકોને સંસ્કારી, સદગુણી,સંપન્ન અને નિર્ણયોમાં કુશળ બનાવવાના ઉદ્દેશથી એક ક્વિઝ ગેમ તૈયાર કરી છે. આ ગેમને ઈ-શાખાઓ પર સરળતાથી રમી શકાય છે. સંઘના અખિલ ભારતીય કુટુંબના પ્રમુખ રવિન્દ્ર જોશીએ જણાવ્યું છે કે, અમે જોયું છે કે, આસન દેખાતાં સવાલના જવાબ બાળકો પણ આપી શકતા નથી. ઉદાહરણ તરીકે લાલ રંગની ગાય લીલું ઘાસ ખાય તો કેવા રંગનું દૂધ આપશે? બાળકો આ સવાલના જવાબમાં મુંજવણમાં આવીને જવાબ લાલ અથવા લીલો આપે છે. એવામાં બાળકોને વ્યવહારિક જ્ઞાન મળે તે અંગેની તૈયારી કરવામાં આવી છે.
બાળકો માટે મહાભારત અને રામાયણ સાથે સંકળાયેલી જાણકારી આપવા માટે પણ એક ક્વિઝ ગેમ તૈયાર કરવામાં આવી છે. જેમાં સ્વયંસેવક બે જૂથમાં વહેચાઈને બંને ગ્રુપના 20 20 પાત્રોનું નામ બોલશે. જોશીએ વધુમાં જણાવ્યું છે કે, ઈ-શાખાથી ઘણું બધું બદલાઈ ગયું છે. હવે લાઠી-દંડના ગેમ ખૂબ જ પાછળ ચાલી ગયા છે અને આ પરિવાર વચ્ચે રહીને કરવામાં આવી શકતું પણ નથી. એવામાં આ ગેમ ઘણો બદલાવ કરશે.
સંઘના 45 પ્રાંતોમાં આ ગેમને લોન્ચ કરવામાં આવી છે. સ્થાનિક રમતોને આ સાથે જોડવામાં આવી આવી છે. ધ્રુવ ગેમ દ્વારા સ્વયંસેવક રામાયણ અને મહાભારતનું કોઈપણ પાત્ર મનમાં વિચારશે અને અન્ય સવાલ પૂછીને સાચા નામ સુધી પહોચે છે. આ ગેમમાં માનસિક સિવાય શારીરિક વ્યાયામ પર પણ બળ આપવામાં આવી રહ્યું છે.
આ માટે નાના-નાના અભ્યાસ પણ કરવામાં આવી રહ્યો છે. ઉદાહરણ તરીકે જમીન પર બેઠા બાદ કોઈપણ સહારા વગર ઉભા થવું, બંને પગ ફેલાવીને ઘૂંટણ સાથે અડાડવા, વગેરે . આ ઉપરાંત મહાપુરુષોની પાઘડી બતાવીને તેમનું નામ કોશિશ કરવાના પ્રયત્નો કરવામાં આવે છે અને ત્યારબાદ તેમના અંગેની જાણકારી આપવા આવે છે.