Not Set/ પોપટની સ્કૂલના બાળકો સાથે થઇ દોસ્તી, દરરોજ જાય સ્કુલે મુકવા

પોપટે સ્કૂલના વિદ્યાર્થીની સાથે અનોખી દોસ્તી કરી છે. પોપટ અને સ્કૂલના વિદ્યાર્થીઓની વચ્ચે આ અનોખી મિત્રતા હવે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની…

Ajab Gajab News
પોપટ

પાલતુ પોપટ સાથે ઘરમાં ઘણીવાર દરેકની મિત્રતા થઇ જાય છે. પરંતુ જો કોઈ પોપટ રસ્તા વચ્ચે આવીને તમારી સાથે દોસ્તી કરે તો શું કરવું? હા, આ ગ્વાલિયરમાં થઈ રહ્યું છે. અહીં શારદા બાલગ્રામ જંગલમાં રહેતો પોપટ નજીકના શાળાના બાળકો સાથે ખૂબ જ સારો મિત્ર બની ગયો છે. તેને બાળકો સાથે એટલી સારી સમજણ મળી છે કે દરરોજ તે આ બાળકોને શાળામાં મૂકવા આવે છે.

આ પણ વાંચો :યુવતી સાથે હાથીઓ પણ કરવા લગ્યા ડાન્સ, વીડિયો જોઇને તમે પણ થઇ જશો ખુશ

મધ્યપ્રદેશના આ પોપટની કહાની હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હકીકતે, એક જંગલના પોપટે સ્કૂલના વિદ્યાર્થીની સાથે અનોખી દોસ્તી કરી છે. આ પોપટ અને સ્કૂલના વિદ્યાર્થીઓની વચ્ચે આ અનોખી મિત્રતા હવે લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બની છે. વિદ્યાર્થી અને પોપટની તસ્વીરો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ગ્વાલિયરના શારદા બાલગ્રામ જંગલ પાસેનો આ કિસ્સો છે. અહીં જંગલના એક પોપટની દોસ્તી સ્કૂલના બાળકો સાથે થઈ ગઈ છે. બાળકો જ્યારે સ્કૂલે આવતા હોય ત્યારે આ પોપટ ઉડીને આવી જાય છે અને પછી તેમની ઉપર બેસી જાય છે. એવું પણ કહેવાય છે કે, હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ સાથે આ પોપટ રમે પણ છે અને સાથે જમે પણ છે.

આ પણ વાંચો :પતિના મૃત્યુ બાદ પર હિંમત ના હારી ગુજરાતના આ દાદીએ, જુઓ શું છે કહાની….

સ્કૂલના એક વિદ્યાર્થી વિવેકે કહ્યું કે, આ પોપટ રોજ અમારી પાસે આવે છે. જ્યારે અમે સ્કૂલે જવા માટે નીકળીએ ત્યારે તે તરત અમારી પાસે આવી જાય છે. આવીને તે અમારા માથા કે ખભા પર બેસી જાય છે. બાદમાં અમારી સાથે રમે પણ છે. પોપટ અમારાથી જરાય ડરતો નથી. અમે લોકો તેની સાથે ખૂબ જ મસ્તી કરીએ છીએ.

આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ગગનચુંબી ઈમારતોની વચ્ચેથી પસાર થયું વિમાન, વીડિયો જોઇને રહી જશો દંગ

આ પણ વાંચો :હસી હસીને લોટપોટ થવું હોય, તો જુઓ આ કુંવારા ભાઈને મુકેલો લગ્નનો પ્રસ્તાવ