વિમાનમાં બેસવું એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે અને વિમાનમાં બેસીને આકાશમાં મુસાફરીનું રોમાંચ પણ કંઇક અલગ જ હોય છે. જો કે વિમાનમાં સૌથી શ્રેષ્ઠ નજારો જે સ્થાનનો હોય છે, તે છે કોકપિટ, એટલે કે જ્યાં પાયલોટ બેસીને વિમાન આકાશમાં ઉડાવે છે. આ જ કોકપિટથી ગગનચુમ્બી બિલ્ડિંગ્સ વચ્ચે ઉડાન ભરનાર એક વિમાનનો વીડિયો હાલમાં સામે આવ્યો છે, જેને જોઇને લોકોનો શ્વાસ પણ એક તબક્કે અટકી ગયો.
આ પણ વાંચો :હસી હસીને લોટપોટ થવું હોય, તો જુઓ આ કુંવારા ભાઈને મુકેલો લગ્નનો પ્રસ્તાવ
ડેલી મેલમાં પ્રકાશિત થયેલા સમાચારો મુજબ, ગત સપ્તાહે ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં આવેલી ઉંચી ઇમારતો વચ્ચેથી વાયુસેનાના સી -17 કાર્ગો જેટ વિમાને ઉડાન ભરી હતી. આ દરમિયાન તેના કોકપિટના ફૂટેજે લોકોને અચંબિત કરી દીધા હતા. પાયલોટ જે પ્રમાણે વિમાન ઉડાવી રહ્યો હતો તેને જોઇને સૌ કોઈ હેરાન હતા.
No, no, no, just no. Royal Australian Air Force jet weaves through the skyscrapers of downtown Brisbane, on purpose. It was a rehearsal for an air show, causing immediate flashbacks to 9/11. pic.twitter.com/oR8NwIW5Yp
— Mike Sington (@MikeSington) September 24, 2021
બતાવવામાં આવી રહ્યું છે કે, બોઇંગ સી-17એ ગ્લોબમાસ્ટર ૩ના આ વીડિયોને ગત ગુરુવારે અભ્યાસ દરમિયાન બનાવવામાં આવ્યો હતો, જેમાં આ વિમાન શહેરની વચ્ચેથી એકદમ ઓછી ઊંચાઈએથી ઉડાન ભરી રહ્યું હતું.
આ પણ વાંચો : બચપન કા પ્યાર બાદ સહદેવનો ડાન્સ વીડિયો વાયરલ, આ સોંગ પર લગાવ્યા ઠુમકા
વિમાનના કોકપિટમાંથી લેવામાં આવેલા વીડિયોથી સામે આવે છે કે, આ ઉડાન કેટલી દિલચસ્પ અને દિલધડક છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, કેવી રીતે કોકપિટમાં બેઠેલા પાયલોટને ઈમારતો, પુલો અને ઘરોથી સાવધાન રહેવાની ટ્રેનીંગ અપાઈ રહી છે.
એક રીપોર્ટના જણાવ્યા મુજબ, આ વિમાન વાર્ષિક સનસુપર રીવરફાયર કાર્યક્રમ માટે પૂર્વભ્યાસ કરી રહ્યો હતો, જે ત્રણ સપ્તાહના ૨૦૨૧ બ્રિસ્બેન મહોત્સવના સમાપનમાં શનિવાર રાતે કિન્સલેન્ડની રાજધાનીમાં આયોજિત કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો :પાપા ની પરી એ ચલાવી એવી સ્કૂટી કે લોકો બોલ્યા – પાપા ની પરી જમીન પર પડી
