Viral Video / યુવતી સાથે હાથીઓ પણ કરવા લગ્યા ડાન્સ, વીડિયો જોઇને તમે પણ થઇ જશો ખુશ

વીડિયોમાં એક યુવતી હાથીઓની આગળ ડાન્સ કરી રહી છે. જોકે, યુવતીને ડાન્સ કરતી જોઈ પાછળ ઉભેલા હાથી પણ ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોને હજારો લોકો…

સોશિયલ મીડિયા પર અવાર નવાર પ્રાણીઓના એકથી એક ચઢિયાતા વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં તમને માણસની સાથે પ્રાણીઓનો પ્રેમ જોવા મળશે અને પ્રાણીઓ સાથેનો મનુષ્યનો પ્રેમ સદીઓથી ચાલતો આવ્યો છે. અબોલ પશુઓ જેટલી લાગણી અને પ્રેમથી મનુષ્ય સાથે વર્તે એ જોતા સમજી શકાય કે વાચા ન હોવા છતા પ્રાણીઓ અદ્ભુત પ્રેમ અને લાગણી દર્શાવી શકે છે.  ત્યારે આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક યુવતી સાથે હાથીઓ ડાન્સ કરી રહ્યા છે.

આ પણ વાંચો :પતિના મૃત્યુ બાદ પર હિંમત ના હારી ગુજરાતના આ દાદીએ, જુઓ શું છે કહાની….

વીડિયોમાં એક યુવતી હાથીઓની આગળ ડાન્સ કરી રહી છે. જોકે, યુવતીને ડાન્સ કરતી જોઈ પાછળ ઉભેલા હાથી પણ ડાન્સ કરવા લાગે છે. આ વીડિયોને હજારો લોકો નિહાળી ચુક્યા છે જ્યારે તેને પસંદ પણ કરી રહ્યા છે. યુવતીના ડાન્સ ની સાથે સાથે હાથીઓની મસ્તીનો આ મજેદાર વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

https://www.instagram.com/reel/CUP6F4vr74s/?utm_source=ig_web_copy_link

આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર elephantsofworld નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને 38 હજારથી વધુ લાઈક્સ મળી છે. લોકો આ અંગે સતત પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

આ પણ વાંચો :ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ગગનચુંબી ઈમારતોની વચ્ચેથી પસાર થયું વિમાન, વીડિયો જોઇને રહી જશો દંગ

એક યુઝરે ટિપ્પણી કરી છે કે, હાથીઓ પ્રાણીઓમાં સૌથી સુંદર છે. આ વીડિયો જોઈને મારો દિવસ બની ગયો. અન્ય એક યુઝરે લખ્યું છે, વાહ ડાન્સ કરતા હાથીઓ, કેટલું સુંદર દ્રશ્ય છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ ઇમોટિકોન્સ દ્વારા પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

જો કે, કેટલાક યુઝર્સ હાથીઓને પ્રવાસીઓની સામે ડાન્સ કરવા પર સવાલ ઉઠાવ્યા હતા. એક યુઝરે ટિપ્પણી કરી છે કે, આ હાથીઓને પ્રવાસીઓની સામે ડાન્સ કરતાં જંગલોમાં મુક્તપણે ફરતા જોઈને મને વધુ આનંદ થશે. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું છે કે, આ શું છે. શું હાથીઓ પ્રવાસીઓ સામે ડાન્સ કરવા માટે છે?

આ પણ વાંચો :હસી હસીને લોટપોટ થવું હોય, તો જુઓ આ કુંવારા ભાઈને મુકેલો લગ્નનો પ્રસ્તાવ

આ પણ વાંચો :પાપા ની પરી એ ચલાવી એવી સ્કૂટી કે લોકો બોલ્યા – પાપા ની પરી જમીન પર પડી


More Stories


Loading ...

Top Stories



Photo Gallery


Entertainment