Not Set/ લાખો રૂપિયાના ભાવે વેચાય છે આ કેરી, હવે ભારતના આ રાજ્યમાં શરૂ થઇ તેની ખેતી

ઉનાળાની સીઝન શરૂ થઇ ગઇ છે. સાથે જ કેરીની મોસમ પણ આવી ગઇ છે. ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે જે એમ કહે કે તેને કેરી નથી ભાવતી. આજે આપણે વાત કરવાના છીએ વિશ્વની સૌથી મોંઘી કેરીની, કેરી એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફળોમાંનું એક ફળ છે

Ajab Gajab News Trending
mango લાખો રૂપિયાના ભાવે વેચાય છે આ કેરી, હવે ભારતના આ રાજ્યમાં શરૂ થઇ તેની ખેતી

ઉનાળાની સીઝન શરૂ થઇ ગઇ છે. સાથે જ કેરીની મોસમ પણ આવી ગઇ છે. ભાગ્યે જ કોઇ એવી વ્યક્તિ હશે જે એમ કહે કે તેને કેરી નથી ભાવતી. આજે આપણે વાત કરવાના છીએ વિશ્વની સૌથી મોંઘી કેરીની. કેરી એ વિશ્વમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ફળોમાંનું એક ફળ છે. કેરીને ફળોનો રાજા પણ કહેવામાં આવે છે.  પરંતુ  ભાગ્યે જ જાણતા હશો કે દુનિયાની સૌથી મોંઘી કેરી હવે ભારતમાં ઉપલબ્ધ છે.

આ રાજ્યમાં શરૂ થયુ અનોખી કેરીનું ઉત્પાદન

આ અનોખી કેરીનું ઉત્પાદન હવે ભારતમાં પણ શરૂ થયું છે. મધ્યપ્રદેશના જબલપુરમાં આ કેરીની ખેતી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. કેરીની વિવિધતાના કારણે તેની  કિંમત લાખોમાં છે. એટલુ જ નહીં આ કેરીની ખેતી ઓર્ડર મળ્યા બાદ જ  કરવામાં આવે છે. એટલે કે, અન્ય કેરીની જેમ આ કેરી ગમે ત્યાં અને ગમે ત્યારે મળતી નથી. કેરીની વિશેષતાની વાત કરીએ તો તે અડધી લાલ અને અડધી પીળી હોય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ કેરીની કિંમત 2 લાખ 70 હજાર રૂપિયા પ્રતિ કિલો હોવાનું કહેવાય છે.

આ દેશમાં સૌથી વધુ માંગ

આ કેરીની જાત તૈયો નો તમગો છે જે જાપાનના મિયાઝાકી પ્રાંતમાં જોવા મળે છે. દર વર્ષે આ કેરી પ્રથમ ત્યાં જ ઉગાડવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે આ ખાસ અને મોંઘી કેરી મોટા પાયે વેચાય છે. જેમાં તેના ભાવ આસમાને સ્પર્શવા લાગે છે. વર્ષ 2017 માં આ કેરીની એક જોડીની હરાજી કરવામાં આવી હતી, જેમાં તે રેકોર્ડ $3600 એટલે કે લગભગ બે લાખ 72 હજાર રૂપિયામાં વેચાઈ હતી.

જાપાનમાં તે ઉનાળા અને શિયાળાની ઋતુમાં તૈયાર કરવામાં આવે છે. તેથી તેની કિંમત ઘણી વધારે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મધ્યપ્રદેશના જબલપુરમાં  જિલ્લામાં આ કેરીની ખેતી કરવામાં આવી છે અને તેની સુરક્ષા માટે સંકલ્પ પરિહારે  પોતાના બગીચામાં ત્રણ ગાર્ડ અને નવ કૂતરા મૂકી દીધા છે.

 કેરીનો સ્વાદ

આ ખાસ કેરીનો સ્વાદ પણ ખાસ છે એટલે કે મીઠાશની સાથે સાથે તેમાં પાઈનેપલ અને નારિયેળનો પણ થોડો સ્વાદ હોય છે. તેને ખાસ રીતે તૈયાર કરાય છે,  આંબાના ઝાડ પર ફળ આવતાની સાથે જ દરેક ફળને જાળીદાર કપડાથી બાંધી દેવામાં આવે છે. આ એવી રીતે છે કે ફળ સંપૂર્ણપણે સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, જ્યારે જાળીના ભાગો રહી જાય છે. જેથી કેરીની રંગત અલગ થઈ જાય છે. પાક્યા પછી ફળો જાળીમાં પડે છે અને અટકી જાય છે અને ત્યાર પછી તેને વેચવામાં આવે છે.

તાઈયો નો તામાગોને ‘એગ ઓફ સન’ પણ કહેવામાં આવે છે, એટલે કે ‘સૂર્યનું ઈંડું’ દરેક કેરીનું વજન 350 ગ્રામ છે જેથી માત્ર 700 ગ્રામ કેરીની કિંમત 2.5 લાખ રૂપિયાથી વધુ છે. અને એક કિલો ખરીદવા માટે 3 લાખ રૂપિયાથી વધુ ખર્ચ કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે આ કેરી બજારમાં ફળોની દુકાનોમાં જોવા મળતી નથી, પરંતુ તેની હરાજી થાય છે. આ ફળ હરાજીમાં સૌથી વધુ કિંમત ચૂકવનાર વ્યક્તિના હાથમાં જોવા મળે છે.

કેરીની જાપાની સંસ્કૃતિ 

આ કેરીને જાપાની સંસ્કૃતિમાં વિશેષ ઓળખ મળી છે. ત્યાં લોકો તેને ભેટ તરીકે વધુ આપવાનું પસંદ કરે છે. કારણ કે તે સૂર્યપ્રકાશમાં તૈયાર થાય છે. એવું માનવામાં આવે છે કે ભેટ મેળવનારનું ભાગ્ય સૂર્યની જેમ તેજસ્વી બને છે. આ જ કારણ છે કે જાપાનમાં તહેવારો કે ખાસ પ્રસંગોએ પણ આ કેરી આપવામાં આવે છે. પરંતુ લેનારા તેને ખાતા નથી, પરંતુ તેને કોઈ રીતે સાચવે છે અને તેને સજાવે છે.