Tourism News: ફરવા જવાની મોસમ હંમેશા પૂરજોશમાં રહી છે. તેમાં પણ જો આપણે સસ્તામાં વધુ સારૂ હરી ફરી શકતા હોઈએ તો બીજે શા માટે જવું? આવા જ ડેસ્ટિનેશન છે અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ.
કેન્દ્રશાસિત પ્રદેશો અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ પર સરળ રીતે જઈ આનંદ માણી શકતા હોઈએ તો પડોશી દેશ એટલે કે માલદીવ ટાપુ પર કેમ જવું… વડાપધ્રાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસ બાદ આ પ્રકારના વિચારો અત્યારે ભારતીયોને થઈ રહ્યાં છે. તો
ચાલો ઓછા બજેટમાં કેવી રીતે જવાય…
માલદીવનું બજેટ રૂ. 2 થી 5 લાખનું થાય, તેમાં જો મોંઘી હોટલમાં રોકાવું હોય, તેમજ ફરવાનો ખર્ચો જો ગણવામાં આવે તો પ લાખથી વધુનો પાક્કો ગણવો.
જ્યારે લક્ષદ્વીપમાં 4 દિવસના રોકાણમાં આશરે રૂપિયા 20000 જેટલું બજેટ ગણવું. અહીં ખાસ કરીને કપલ્સ એડવેન્ચર સ્પોર્ટ્સનો આનંદ માણી શકે છે.
તો અંદામાન નિકોબારમાં ફરવાનું બજેટ અંદાજે 20 થી 25 હજાર રૂપિયા જેટલું થઈ શકે છે. કુદરતી સૌંદર્યનો નજારો માણવો હોય, મધ્યમ વર્ગનો પરિવાર પણ આવી સફરનો આનંદ ચોક્કસપણે લઈ શકે છે. શહેરથી દૂર શુદ્ધ વાતાવરણમાં રહી કિંમતી સમય ગાળવા તેમજ ભારતમાં રહીને જો મજા લૂંટવી હોય તો અંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ પર ઝડપથી પહોંચી જવું.
આ પણ વાંચો:
આ પણ વાંચો: