Not Set/ video: વડોદરાનો અકોટા વિસ્તાર બેટમાં ફેરવાયો

વડોદરા, આ દ્રશ્યો કોઇ ટાપુ પર વસેલા નાના ગામના નથી પરંતું રાજ્યનું એડવાન્સ સીટી ગણાતાં વડોદરાના છે. વડોદરામાં પડી રહેલાં સતત વરસાદના કારણે આ વિદ્યાર્થીઓને તરાપામાં સ્કુલે જવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલાં નીચાણવાળા વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાતા સ્કુલે જતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હતી. વિદ્યાર્થીઓએ પણ શાળામાં સમયસર પહોંચવા […]

Top Stories Gujarat Vadodara Trending Videos
surat 10 video: વડોદરાનો અકોટા વિસ્તાર બેટમાં ફેરવાયો

વડોદરા,

આ દ્રશ્યો કોઇ ટાપુ પર વસેલા નાના ગામના નથી પરંતું રાજ્યનું એડવાન્સ સીટી ગણાતાં વડોદરાના છે. વડોદરામાં પડી રહેલાં સતત વરસાદના કારણે આ વિદ્યાર્થીઓને તરાપામાં સ્કુલે જવાની ફરજ પડી છે. ભારે વરસાદને કારણે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલાં નીચાણવાળા વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાતા સ્કુલે જતા વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી હતી.

વિદ્યાર્થીઓએ પણ શાળામાં સમયસર પહોંચવા માટે તરાપાનો સહારો લીધો હતો. વીડીયોમાં તમે જોઇ શકો છો કે બે મોટા પીપ પર એક લાકડાનું મોટુ પાટિયુ ગોઠવીને આ તરાપો બનાવવામાં આવ્યો છે. સ્કુલના વિદ્યાર્થીઓ તેની પર બેસીને વરસાદી પાણીથી બચી રહ્યાં હતા.

અકોટા વિસ્તારમાં પાણી ભરાઇ જતાં અહીં અવરજવર કરતાં લોકોને પણ ભારે મુશ્કેલી પડી રહી હતી. જોવાની વાત તો એ હતી કે આ પાણીના નિકાલ માટે કોર્પોરેશન પાસે કોઇ એડવાન્સ પ્લાનીંગ નહોતું. તંત્રનું આગોતરૂ આયોજન નહીં હોવાને કારણે લોકોની કેવી હાલત થઇ તે તમે અહીં જોઇ શકો છો.