Not Set/ ૩૦ રૂપિયે આયાત કરાતું પેટ્રોલ, ૮૮ રૂ. પ્રતિ લીટર આ રીતે પહોચે છે તમારી પાસે, જાણો, શું છે કિંમતોની માયાજાળનો ખેલ

નવી દિલ્હી, છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ત્યારે આ ભાવવધારો સોમવારે પણ યથાવત જોવા મળી રહ્યો છે. સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૨૩ પૈસાના વધારા સાથે ૮૦.૭૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૨૨ પૈસા વધીને ઓલ ટાઈમ હાઈ ૭૨.૮૩ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે. જયારે આર્થિક […]

Top Stories India Trending
petrol bizz May 21 ૩૦ રૂપિયે આયાત કરાતું પેટ્રોલ, ૮૮ રૂ. પ્રતિ લીટર આ રીતે પહોચે છે તમારી પાસે, જાણો, શું છે કિંમતોની માયાજાળનો ખેલ

નવી દિલ્હી,

છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થઇ રહેલા સતત ભાવવધારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે, ત્યારે આ ભાવવધારો સોમવારે પણ યથાવત જોવા મળી રહ્યો છે.

સોમવારે રાજધાની દિલ્હીમાં પેટ્રોલ ૨૩ પૈસાના વધારા સાથે ૮૦.૭૩ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ ૨૨ પૈસા વધીને ઓલ ટાઈમ હાઈ ૭૨.૮૩ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

જયારે આર્થિક રાજધાની મુંબઈમાં એક લીટર પેટ્રોલ ૮૮.૧૨ રૂપિયા અને ડીઝલ ૭૭.૩૨ રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે.

બીજી બાજુ દેશના અન્ય રાજ્યોમાં પણ વસુલવામાં આવતા વેટ પ્રમાણે પેટ્રોલ અને ડીઝલના ભાવ અલગ અલગ જોવા મળી રહ્યા છે,

ત્યારે તમારી માટે જાણવું જરૂરી છે કે, ૩૦.૭૧ રૂપિયે આયાત કરવામાં આવતું ક્રુડ ઓઈલ બાદ તેના પર લગાવવામાં આવતા વેટ, કમિશન સહિતની કિંમતો બાદ તમારી પાસે ૮૮ રૂપિયા પ્રતિ લીટર મળતું હોય છે.

petrol diesel fuel 1013856 ૩૦ રૂપિયે આયાત કરાતું પેટ્રોલ, ૮૮ રૂ. પ્રતિ લીટર આ રીતે પહોચે છે તમારી પાસે, જાણો, શું છે કિંમતોની માયાજાળનો ખેલ
national-petrol-diesel-prices-up-in-all-metro-cities-know-the-price-build up-in-detail

UPA સરકાર v/s  NDA સરકાર :

વર્ષ ૨૦૦૪થી લઇ ૨૦૧૪ સુધીના દસ વર્ષ દરમિયાન દેશમાં UPA ગઠબંધનની સરકાર હતી. આ સરકાર દરમિયાન પેટ્રોલ અને ડીઝલમાં ભાવમાં થયેલા વધારાની વાત કરવામાં આવે તો, ૧૦ વર્ષમાં પેટ્રોલમાં ૭૫.૮ % જયારે ડીઝલના ભાવમાં ૮૩.૭ %નો વધારો થયો હતો.

જયારે ૨૦૧૪માં સત્તા પરિવર્તન થયા બાદ કેન્દ્રમાં બનેલી NDA ગઠબંધનની સરકારને હાલ ૪.૫ વર્ષ જેટલો સમય થયો છે. આ સમયમાં પેટ્રોલના ભાવમાં માત્ર ૧૩ % જયારે ડીઝલની કિંમતમાં ૨૮ ટકાનો વધારો થયો છે.

Petrol Price at its Highest in Five years 1524234618 ૩૦ રૂપિયે આયાત કરાતું પેટ્રોલ, ૮૮ રૂ. પ્રતિ લીટર આ રીતે પહોચે છે તમારી પાસે, જાણો, શું છે કિંમતોની માયાજાળનો ખેલ
national-petrol-diesel-prices-up-in-all-metro-cities-know-the-price-build up-in-detail

એક લીટર પેટ્રોલ  – ડીઝલમાં કોણો કેટલો હોય છે ભાગ ?

હાલમાં છેલ્લા કેટલાક દિવસથી જોવામાં આવે તો દેશભરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો યથાવત જોવા મળી રહ્યો છે. આ ભાવવધારાને લઇ કોંગ્રેસ સહિતની અન્ય વિપક્ષી પાર્ટીઓના કેન્દ્રમાં વર્તમાન સત્તાધારી પાર્ટીની સરકાર હોય છે.

પરંતુ જોવામાં આવે તો, કેંદ્ર સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર એકસાઈઝ ડ્યુટી લગાવવામાં આવે છે, જયારે રાજ્ય સરકાર દ્વારા અલગ અલગ પ્રમાણમાં વેટ ઝીકવામાં આવતો હોય છે.

એક લીટર ક્રુડ ઓઈલની કિંમત

fuel 660 090918010103 ૩૦ રૂપિયે આયાત કરાતું પેટ્રોલ, ૮૮ રૂ. પ્રતિ લીટર આ રીતે પહોચે છે તમારી પાસે, જાણો, શું છે કિંમતોની માયાજાળનો ખેલnational-petrol-diesel-prices-up-in-all-metro-cities-know-the-price-build up-in-detail

હાલમાં ઇન્ડિયન બાસ્કોટમાં જોવામાં આવે તો ક્રુડ ઓઈલની કિંમત ૪,૮૮૩ રૂપિયા પ્રતિ બેરલ છે.

૧ બેરલમાં ૧૫૯ લીટર ઓઈલ આવતું હોય છે, ત્યારે તેલની કિંમત ૪૮૮૩ / ૧૫૯ = ૩૦.૭૧ રૂપિયા થાય છે.

સરકારો દ્વારા ટેક્સ લગાવ્યા પહેલાની કિંમત

વિદેશમાંથી આયાત કરવામાં આવ્યા બાદ ક્રુડ ઓઈલ દેશની રિફાઈનરીમાં પહોચતું હોય છે. રિફાઈનરીમાંથી નીકળ્યા બાદ પેટ્રોલ પંપ સુધી પહોચવામાં ઘણા પ્રકારના ટેક્સ તેમજ કમિશન લાદવામાં આવતા હોય છે.

આયાત કર્યા બાદ ક્રુડ ઓઈલમાં લાગતો ખર્ચ

petrol and diesel price ૩૦ રૂપિયે આયાત કરાતું પેટ્રોલ, ૮૮ રૂ. પ્રતિ લીટર આ રીતે પહોચે છે તમારી પાસે, જાણો, શું છે કિંમતોની માયાજાળનો ખેલ
national-petrol-diesel-prices-up-in-all-metro-cities-know-the-price-build up-in-detail

પેટ્રોલ : એન્ટ્રી ટેક્સ, રિફાઈનરી પ્રોસેસિંગ, લેન્ડિંગ કોસ્ટ તેમજ અન્ય ઓપરેશન કોસ્ટ = ૩.૬૮ રૂપિયા પ્રતિ લીટર

ડીઝલ : એન્ટ્રી ટેક્સ, રિફાઈનરી પ્રોસેસિંગ, લેન્ડિંગ કોસ્ટ તેમજ અન્ય ઓપરેશન કોસ્ટ = ૬.૩૭ રૂપિયા પ્રતિ લીટર

પેટ્રોલ : ૩૦.૭૧ + ૩.૬૮ = ૩૪.૩૯ રૂપિયા

ડીઝલ : ૩૦.૭૧ + ૬.૩૭ = ૩૭.૦૮ રૂપિયા

માર્કેટિંગ કંપનીઓનું માર્જિન, ફ્રેટ કોસ્ટ

ત્યારબાદ પ્રતિ લીટર પેટ્રોલ પર ૩.૩૧ રૂપિયા અને ડીઝલ પર ૨.૫૫ રૂપિયા ઓઈલ માર્કેટિંગ કંપનીઓનું માર્જિન, ફ્રેટ કોસ્ટ લાગે છે.

આ સાથે પેટ્રોલની કિંમત : ૩૪.૩૯ + ૩.૩૧ = ૩૭.૭૦ રૂપિયા પ્રતિ લીટર

જયારે ડીઝલની કિંમત : ૩૭.૦૮ + ૨.૫૫ = ૩૯.૬૩ રૂપિયા પ્રતિ લીટ

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લગાવવામાં આવતા ટેક્સ

bnios158 petrol pump pti ૩૦ રૂપિયે આયાત કરાતું પેટ્રોલ, ૮૮ રૂ. પ્રતિ લીટર આ રીતે પહોચે છે તમારી પાસે, જાણો, શું છે કિંમતોની માયાજાળનો ખેલ
national-petrol-diesel-prices-up-in-all-metro-cities-know-the-price-build up-in-detail

કેન્દ્ર સરકાર દ્વારા લગાવવામાં આવતી એકસાઈઝ ડ્યુટીની વાત કરવામાં આવે તો, પેટ્રોલ પર પ્રતિ લીટરે ૧૯.૪૮ રૂપિયા અને ડીઝલ પર ૧૫.૩૩ રૂપિયા લગાવવામાં આવતી હોય છે.

પેટ્રોલની કિમત ૩૭.૭૦ + ૧૯.૪૮ = ૫૭.૧૮ રૂપિયા પ્રતિ લીટર

ડીઝલની કિંમત : ૩૯.૬૩ + ૧૫.૩૩ = ૫૪.૯૬ રૂપિયા પ્રતિ લીટ

ડીલરોનું કમિશન 

કેન્દ્ર સરકારની એકસાઈઝ ડ્યુટી બાદ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ડીલરોનું કમિશન જોડવામાં આવતું હોય છે.

ડીલરો દ્વારા એક લીટર પેટ્રોલ પર ૩.૫૯ રૂપિયા અને ડીઝલ પર ૨.૫૩ રૂપિયા કમિશન લેવામાં આવતું હોય છે.

પેટ્રોલની કિમત ૫૭.૧૮ + ૩.૫૯ = ૬૦.૭૭  રૂપિયા પ્રતિ લીટર

ડીઝલની કિંમત : ૫૪.૯૬ + ૨.૫૩ = ૫૭.૪૯ રૂપિયા પ્રતિ લીટર

રાજ્યો દ્વારા વસુલવામાં આવતો વેટ

vat 759 ૩૦ રૂપિયે આયાત કરાતું પેટ્રોલ, ૮૮ રૂ. પ્રતિ લીટર આ રીતે પહોચે છે તમારી પાસે, જાણો, શું છે કિંમતોની માયાજાળનો ખેલ
national-petrol-diesel-prices-up-in-all-metro-cities-know-the-price-build up-in-detail

રાજ્ય સરકાર દ્વારા વસુલવામાં આવતા વેટની વાત કરવામાં આવે તો, રાજ્યો દ્વારા કેટલા પ્રમાણમાં વેટ વસૂલવામાં આવે છે, તે પ્રમાણે પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરવામાં આવતી હિય છે.

આ જ પ્રમાણે રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો, સરકાર દ્વારા પેટ્રોલ પર ૨૭ ટકા અને ડીઝલ પર ૧૭.૩૨ ટકા વેટ વસૂલવામાં આવે છે. જયારે આર્થિક રાજધાની મુંબઈમાં સરકાર દ્વારા પેટ્રોલ પર ૪૦.૭૧ ટકા અને ડીઝલમાં ૨૪.૯૪ ટકા વેટ વસૂલવામાં આવે છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો, એક લીટર પેટ્રોલમાં સરકાર દ્વારા ૨૫.૪૨ % અને ડીઝલમાં ૨૫.૫૧ % વસૂલવામાં આવતો હોય છે.

ગ્રાહકોને ચૂકવવી પડે છે બમણી કિંમત

ત્યારે હવે ૩૦.૭૧ રૂપિયે પ્રતિ લીટર આયાત કરતા ક્રુડ ઓઈલમાં આ તમામ ખર્ચનો ઉમેરો કરવામાં આવે છે. આ સાથે જ ગ્રાહકોને પેટ્રોલ અને ડીઝલ આયાત કરવામાં આવતા ઓઈલની કિંમત કરતા બમણી કિંમત ચૂકવવી પડતી હોય છે.