વારાણસીમાં એક મકાનમાં વિસ્ફોટ થવાને લીધે ધરાશયી થવાના સમાચાર સામે આવ્યા છે. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મૃત્યુ નીપજ્યું છે. હજુ પણ બીજા લોકો દબાયા હોવાની આશંકા છે.
બુધવારે સવારે વારાણસીમાં લહરતારા વિસ્તારમાં આવેલ એક મકાનમાં મોટો ધમાકો થયો હતો. આ ધમાકો એટલો તીવ્ર હતો કે જેના લીધે આખું ઘર ધરાશાયી થઇ ગયું હતું.
ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે એનસીઆરએફની ટીમે ત્રણ જનાને ઘરમાંથી નીકળ્યા હતા. આ ત્રણ જણા ગંભીર રીતે ઘાયલ થયા છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ એનડીઆરએફની ટીમ બીજા દબાયેલા લોકોને બચાવવાના પ્રયત્નો કરી રહી છે.