Historic achievement/ ગાંધીનગરમાં બનશે વુહાન જેવી લેબોરેટરી, લેબ માટે અંદાજિત 3 કરોડનું પ્રાથમિક બજેટ ફાળવાયું

આ લેબમાં વાઈરસ અને બેક્ટેરિયા ઉપર રીસર્ચ હાથ ધરવામાં આવશે. જેમાં એચઆઈવી, માઇક્રો બેક્ટેરિયલ ટીબી અને રસીઓ બનાવવાનું સંશોધન થશે.

Gujarat Others Trending
wuhan lab ગાંધીનગરમાં બનશે વુહાન જેવી લેબોરેટરી, લેબ માટે અંદાજિત 3 કરોડનું પ્રાથમિક બજેટ ફાળવાયું

વિશ્વ આખું કોરોના વાઈરસથી હેરાન પરેશાન થઇ રહ્યું છે. ત્યારે વિશ્વ આખામાં કોરોના વાઇરસને લઇ વૈજ્ઞાનિકો સંશોધનમાં લાગ્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આમાં કેમ પાછળ રહી જાય, ગુજરાત રાજ્યમાં પણ વાઈરોલોજી લેબ બનવા જઈ રહી છે. વુહાનમાં આવેલી વાઈરોલોજી લેબ જેવી જ લેબ ગુજરાત રાજ્યના ગાંધીનગર ખાતે બનાવવામાં આવશે. જ્યાં કોરોના વાઈરસ ઉપર રીસર્ચ કરવામાં આવશે.

ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર ને આ માટે એક પ્રપોઝલ મોકલવામાં આવી હતી. જે કેન્દ્ર સરકાર દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવી છે. હવે ગાંધીનગર ખાતે બીએસએલ 4 ટાઈપ રિસર્ચ લેબ બનશે. સરકારે મોકલેલ પ્રપોઝલ PMO દ્વારા સ્વીકારાયું છે. અને લેબ માટે અંદાજિત 3 કરોડનું પ્રાથમિક બજેટ ફાળવાયું છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, આ લેબ માટે એક વર્ષ સુધી તેની પ્રારંભિક પ્રક્રિયા જ હાથ ધરાશે, જેમાં લેબમાં જરૂરી ટેક્નોલોજી, તેનું મકાન, માનવ સંસાધનની જરૂરિયાત, રિસર્ચ ફિલ્ડ જેવી બાબતો નક્કી થશે. આ લેબમાં વાઈરસ અને બેક્ટેરિયા ઉપર રીસર્ચ હાથ ધરવામાં આવશે. જેમાં એચઆઈવી, માઇક્રો બેક્ટેરિયલ ટીબી અને રસીઓ બનાવવાનું સંશોધન થશે.

BSL-3  એટલે શું ?

બીએસએલ એટલે કે બાયોસેફ્ટી લેવલ  એટલે કે આ લેબમાં વાઈરસ અંગે સંશોધન થવા જઈ રહ્યું છે. એટલે અહીં સેફટી નોર્મનું પાલન થવું ખુબ જરૂરી છે. વુહાનમાં આવેલી લેબ BSL 4 પ્રકારની છે જયારે ગુજરાતમાં તૈયાર થવા જઈ રહેલી લેબ BSL 3 પ્રકારની છે.  આ લેબમાં જીવંત બેક્ટેરિયા અને વાઈરસનો સંગ્રહ કરવામાં આવે છે. માટે સેફટી લેવલ મેઈન્ટેઇનથવું બહુ જ અગત્યનું છે.

માનવ વસ્તીથી દુર લેબ બનાવવામાં આવશે.

આ લેબમાં જીવંત વાઇરસ સ્ટોર કરવામાં આવશે. અને તેણી ઉપર સંશોધન કરવામાં આવશે. ત્યારે સેફટી નોર્મ્સ અનુસાર આ લેબ માનવવસ્તીની થી દુર હોય તે પણ જરૂરી છે. માટે સ્થળ માનવવસતીથી દૂર અને હાઈ સિક્યોરિટી ઝોનમાં હશે.