Not Set/ અમૃતસર : રાવણ દહન કાર્યક્રમમાં ટ્રેન દુર્ઘટનામાં ૬૧ના મોત, ૭૨ લોકો ઘાયલ , વાંચો ટ્રેન શા માટે નહતી રોકાઈ

અમૃતસર શુક્રવારે અમૃતસરમાં દશેરાના ઉત્સવમાં માતમ છવાઈ ગયો હતો. રાવણ દહનના કાર્યક્રમ દરમ્યાન ટ્રેન દુર્ઘટનામાં ૬૦થી પણ વધું લોકોના મૃત્યુ થયા હતા. ટ્રેનના ડ્રાઈવરે પૂર ઝડપથી આવતી ટ્રેનને રોકવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે તેમ કરવામાં અસમર્થ રહ્યા હતા. જો કે દુર્ઘટના થયા બાદ એક બીજા પર આ ઘટનાના આરોપ લગાવવાના શરુ થઇ […]

Top Stories India Trending Videos
amritsar train accident અમૃતસર : રાવણ દહન કાર્યક્રમમાં ટ્રેન દુર્ઘટનામાં ૬૧ના મોત, ૭૨ લોકો ઘાયલ , વાંચો ટ્રેન શા માટે નહતી રોકાઈ

અમૃતસર

શુક્રવારે અમૃતસરમાં દશેરાના ઉત્સવમાં માતમ છવાઈ ગયો હતો. રાવણ દહનના કાર્યક્રમ દરમ્યાન ટ્રેન દુર્ઘટનામાં ૬૦થી પણ વધું લોકોના મૃત્યુ થયા હતા. ટ્રેનના ડ્રાઈવરે પૂર ઝડપથી આવતી ટ્રેનને રોકવા માટે ઘણો પ્રયત્ન કર્યો હતો પરંતુ તે તેમ કરવામાં અસમર્થ રહ્યા હતા. જો કે દુર્ઘટના થયા બાદ એક બીજા પર આ ઘટનાના આરોપ લગાવવાના શરુ થઇ ગયા છે.

રાવણ દહન કાર્યક્રમના ચીફ ગેસ્ટ નવજોત કૌરના કહેવા પ્રમાણે રેલ્વે દ્વારા ટ્રેનને આવા કાર્યક્રમ મામલે આદેશ આપવા જોઈએ તો બીજી તરફ રેલ્વે વિભાગનું કહેવું છે કે રાવણ દહનના કાર્યક્રમની તેમને જાણ કરવામાં આવી નહતી.

રેલ્વે બોર્ડના ચેરમેન અશ્વિની લોહાણીએ કહ્યું હતું કે આટલા બધા પ્રયત્નો કર્યા બાદ પણ ટ્રેન શા માટે રોકવામાં આવી નહતી. તેમણે કહ્યું કે ટ્રેક પર આટલા બધા લોકોની ભીડને જોઇને ડ્રાઈવરે ટ્રેનને રોકવાની કોશિશ કરી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ટ્રેનની સ્પીડ ૯૦ કિમી પ્રતિ કલાક હતી. ડ્રાઈવરે આ સ્પીડ ઘટાડીને ૬૫ કિમી પ્રતિ કલાક કરી દીધી હતી.

જો કે આટલી સ્પીડમાં આવતી ટ્રેનને સંપૂર્ણ પણે રોકવા માટે ૬૨૫ મીટરનું અંતર હોવું ખુબ જરૂરી છે. ટ્રેન ન રોકવાને લીધે કાર્યક્રમમાં એકઠા થયેલા ૬૦થી પણ વધુ લોકો મોતને ભેટ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેન દ્વારા જો ઈમરજન્સી બ્રેક લગાવવામાં આવી હોટ તો ટ્રેનના ડબ્બા ઉથલી જવાનો ભય વધી જાત અને મૃત્યુઆંક આના કરતા પણ વધારે થઇ  જાત.

લોહાણીએ કહ્યું હતું કે ટ્રેન દ્વારા હોર્ન વગાડવામાં આવ્યો હશે પરંતુ ફટાકડાના  અવાજમાં તે કોઈએ સાંભળ્યો  નહી હોય.

તો બીજી બાજુ કોંગ્રેસના નેતા નવજ્યોત સિંહ સિંધુએ કહ્યું હતું કે ટ્રેને હોર્ન વગાડ્યો જ નહતો. રાવણનું પુતળું ગેટથી ૭૦-૮૦ મીટર દૂર દહન કરવામાં આવ્યું હતું. તેવામાં પુતળું જયારે દહન થવાને લીધે નીચે પડ્યું તે દરમ્યાન એકત્રિત લોકોએ રેલ્વેની ટ્રેક તરફ દોટ મૂકી હતી.

આ પહેલા તેમણે કહ્યું હતું કે પુતળાનું દહન જોવા માટે રેલવેના પાટા પર એકત્રિત થવું તે અયોગ્ય બાબત છે. આ કાર્યક્રમ મામલે રેલ્વે એ કોઈ મંજુરી આપી નહતી. ટ્રેક પણ એકત્રિત લોકોની ભીડ હોવા છતાં ટ્રેન ઉભી રહેવા ન બદલ એક અધિકારીએ કહ્યું હતું કે ત્યાં ઘણો ધુમાડો હતો જેના લીધે ટ્રેનના ડ્રાઈવરને કઈ દેખાયું નહતું.

તમને જણાવી દઈએ કે આ દુર્ઘટનામાં અત્યાર સુધી ૬૧ લોકોના મૃત્યુ થઇ ચુક્યા છે. આ ઘટના અમૃતસર અને મનાવલાની વચ્ચે ફાટક નંબર ૨૭ નજીક થયો હતો. ઘટના જે સમ્ત્યે થઇ ત્યારે રાવણ દહન જોવા માટે લોકોની ભીડ ટ્રેક પર જમા થઇ ગઈ હતી. આ જ દરમ્યાન ટ્રેન નંબર ૭૪૯૪૩ ત્યાંથી ચાલી ગઈ હતી અને ૬૧ લોકો આંખના પલકારામાં જ મોતને ભેટ્યા હતા.

મોદી સરકારે મૃતકના પરિવારોને ૨ લાખ રૂપિયા અને પંજાબની સરકારે ૫ લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે. જયારે ઘાયલ થયેલા લોકોના પરિવારજનોને ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવાનું જાહેર કર્યું છે.