Not Set/ ધરપકડ બાદ સુશીલ કુમારને રેલ્વેમાંથી કરાયો સસ્પેન્ડ

રેસલર સુશીલ કુમારની મુશ્કેલી વધતી જઇ રહી છે. ધરપકડ બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે, આ દરમિયાન હવે સુશીલ કુમાર રેલ્વેમાં કામ કરતો હોવાના સમાચાર સામે આવ્યા છે.

India
Mucormicosis 23 ધરપકડ બાદ સુશીલ કુમારને રેલ્વેમાંથી કરાયો સસ્પેન્ડ

રેસલર સુશીલ કુમારની મુશ્કેલી વધતી જઇ રહી છે. ધરપકડ બાદ પોલીસ તેની પૂછપરછ કરી રહી છે, આ દરમિયાન હવે સુશીલ કુમાર રેલ્વેમાં કામ કરતો હોવાના સમાચાર સામે આવ્યા છે. હવે તેની નોકરી પણ તેની પાસે છીનવી દેવાઇ છે. ઉત્તર રેલ્વેએ તેને સસ્પેન્ડ કરી દીધો છે. જો કે આ અગાઉથી જ અપેક્ષિત હતું. આખરે, હવે તેની નોકરી પણ ચાલી ગઈ.

રાજકારણ / એવુ શું થયુ કે નવજોતસિંહ સિદ્ધુએ પોતાની ઘરની છત પર ફરકાવ્યો બ્લેક ફ્લેગ

સુશીલ કુમાર ભારતીય રેલ્વેમાં નોકરી કરતો હતો અને છત્રસાલ સ્ટેડિયમ ખાતે ઓફિસર ઓન સ્પેશિયલ ડ્યુટી (ઓએસડી) તરીકે મૂકાયો હતો, જ્યાં પ્રેક્ટિસ કરનારા એક રેસલરની હત્યા પછી વિવાદ થયો હતો. ઉત્તર રેલ્વેનાં પ્રવક્તા નીરજ કુમારે પહેલેથી જ કહ્યું હતું કે દિલ્હી સરકારનો પત્ર મળ્યા પછી અમે નિયમો મુજબ કાર્યવાહી કરીશું. હવે કાર્યવાહી અમલમાં આવી છે. જણાવી દઈએ કે સુશીલ કુમારની તેના સહયોગી અજય કુમારની સાથે રવિવારે સવારે ધરપકડ કરવામાં આવી હતી, જે 4 મે નાં રોજ અહીં છત્રસાલ સ્ટેડિયમમાં વિવાદ બાદ કુસ્તીબાજ સાગર ધનખડની મૃત્યુ બાદ અનેક રાજ્યોમાં 18 દિવસથી ફરાર હતો. સાગર ધનખડનું પાછળથી હોસ્પિટલમાં નિધન થયું હતું. દિલ્હી પોલીસ અધિકારીઓનાં જણાવ્યા અનુસાર, પોલીસ સુશીલ કુમારને પકડવા માટે સંપૂર્ણ પ્રયત્નો કરી રહી હતી અને આ 18 દિવસ દરમિયાન સુશીલે પંજાબ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણાની યાત્રા કરી હતી. છેવટે રવિવારે સવારે દિલ્હીનાં મુંડકા વિસ્તારમાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે તે થોડી રોકડ લેવા આવ્યો હતો અને રાષ્ટ્રીય કક્ષાનાં એક ખેલાડીની સ્કૂટી પણ લઈ ગયો હતો. દિલ્હી પોલીસે કુમાર પર 1 લાખ રૂપિયા અને તેના સહયોગી અજય પર 50,000 રૂપિયાનું ઇનામ જાહેર કર્યું હતું.

રાજકારણ / આ શું બોલી ગયા ઝારખંડનાં CM હેમંત સોરેન? તમામને આપશે મફત કફન

વિશેષ સેલનાં અધિકારીઓનાં જણાવ્યા મુજબ કુમારે શહેરમાં કુસ્તી જગતનાં કુસ્તીબાજોને ડરાવવા માટે મોબાઇલ ફોન પર સાગર ધનખડને ઢોર માર માર્યાની રેકોર્ડિંગ પણ કરાવી હતી. દિલ્હીની કોર્ટે કુમારને છ દિવસનાં કસ્ટડીમાં મોકલી દીધો છે. પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે, કુમારે તેના મિત્ર પ્રિન્સને ધનખડને ઢોર માર માર્યાનો વીડિયો બનાવવાનું કહ્યું હતું. પોલીસે કોર્ટને જાણ કરી, તે દિલ્હીમાં કુસ્તી સમુદાયમાં ભય પેદા કરવા માંગે છે. સુશીલ કુમારે 18 મે નાં રોજ નવી દિલ્હીની રોહિણી કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી. 4 મે નાં રોજ, છત્રસાલ સ્ટેડિયમ ખાતે કુસ્તીબાજોનાં બે જૂથો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે વિવાદ દરમિયાન 23 વર્ષિય ધનખડને ઈજા થઈ હતી. દિલ્હી કોર્ટે કુમાર વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ (એનબીડબ્લ્યુ) પણ જારી કર્યું હતું. દિલ્હી પોલીસે 2008 બેઇજિંગ ઓલિમ્પિક રમતોમાં બ્રોન્ઝ અને 2012 લંડન ઓલિમ્પિક રમતોમાં 66 કિલો વર્ગમાં રજત પદક જીતનાર કુમાર માટે લુકઆઉટ નોટિસ પણ જારી કરી હતી.

kalmukho str 21 ધરપકડ બાદ સુશીલ કુમારને રેલ્વેમાંથી કરાયો સસ્પેન્ડ