Karnataka News : કર્ણાટકના હુબલીમાં બીવીબી કોલેજ કેમ્પસમાં ગુરૂવારે કોંગ્રેસના નેતા નિરંજન હિરેમઠની 23 વર્ષીય દિકરી નેહા હિરેમઠની ચાકૂમારીને હત્યા કરવામાં આવી હતી. રિપોર્ટ મુજબ નેહા આ કોલેજમાં એમસીએના ફર્સ્ટ ઈયરની વિદ્યાર્થીની હતી. કહેવાય છે કે તે જ કોલેજમાં એક ડ્રોપ આઉટ સ્ટુડન્ટ 23 વર્ષીય ફૈયાઝ ખોડુનાઈકે નેહાના ગળા, પેટ સહિત શરીર પર ચાકૂના 7 વાર કર્યા હતા. જેમાં હોસ્પિટલ પહોંચતા પહેલા નેહાનુ મોત થયું હતું.
નેહાની હત્યા બાદ તેનાપિતા કોંગ્રેસના નગરસેવક નિરંજન હિરેમઠે શુક્વારે કહ્યું કે પ્રદેશમાં લેવ જેહાદની ઘટના ઝડપથી ફેલાઈ રહી છે. હિરેમઠે કોલેજ જતી પોતાની દિકરીઓની દેખભાળ કરવાની અપીલ કરી છે. પત્રકારોના સવાલનો જવાબ આપતા નિરંજન હિરેમઠે કહ્યું કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બની રહી છે. મને ખબર નથી કે આ યુવાનો આવો ખોટો રસ્તો કેમ અપનાવે છે અને તેમની આવી માનસિકતા કેમ છે. અમારી માંગણી છે કે કોઈ પણ યુવતીને આ આઘાતમાંથી પસાર ન થવું પડે. હું તમામ માતાઓને અપીલ કરૂ છું કે જો તમે તમારી દિકરીઓને કોલેજ મોકલી રહી છો તો તમે પણ તેની સાથે જાઓ અને સુનિશ્ચિત કરો કે કોઈ તેમનો પીછો તો નથી કરતું ને.
કોગ્રેંસ નેતાએ કહ્યું કે જે અંરી સાથે થયું છે તે કોઈની સાથે ન થાય. સરકાર મહિલાઓને 50 ટકા આરક્ષણ આપવા તૈયાર છે, દરેક મોરચે મહિલાઓ આગળ છે. જો બધુ આવી જ રીતે ચાલતું રહ્યું તો શું સ્થિતી હશે. હું રાજ્ય સરકાર અને નેતાઓને આ સંબંધે યોગ્ય કાર્યવાહીની અપીલ કરૂ છું.
ઉલ્લેખનીય છે કે આ ભયાનક ઘટનાનો વિડીયો સોશિયલ મિડીયા પર વાયરલ થયો હતો. ઘટનાના એક કલાકની અંદર આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
આ પણ વાંચો:પહેલા તબક્કાના મતદાનમાં મોદી સરકારના 8 મંત્રીઓ મેદાનમાં
આ પણ વાંચો:સલમાનના ઘર પર ફાયરિંગના કેસમાં વધુ એક ઝડપાયો
આ પણ વાંચો:બ્રિજ ભૂષણ સિંહે યૌન ઉત્પીડન કેસમાં દિલ્હી કોર્ટનો કર્યો સંપર્ક, વધુ તપાસની કરી માગ