Not Set/ માણસ બન્યો હેવાન, ગર્ભવતી હાથીને અનાનસ સાથે ખવડાવ્યા ફટાકડા, મોંઢામાં ફાટી જતા થયું મોત

માણસ કેટલો ક્રૂર બની શકે છે તેનુ તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે. મંગળવારે વનનાં વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કેરળનાં સાયલેન્ટ વેલી જંગલમાં ગર્ભવતી જંગલી હાથી માનવ ક્રૂરતાનો શિકાર બન્યો. અહીં માદા હાથીનાં મોઢામાં ફટાકડાથી ભરેલું અનાનાસ ફાટી ગયુ હતુ. તેના બધા પેઢા ખરાબ રીતે તૂટી ગયા અને તે ખાઈ પણ શકતી નહોતી. આખરે હાથીની મોત […]

India
21fa99815cd15e49cb00129f549a5c6e 1 માણસ બન્યો હેવાન, ગર્ભવતી હાથીને અનાનસ સાથે ખવડાવ્યા ફટાકડા, મોંઢામાં ફાટી જતા થયું મોત

માણસ કેટલો ક્રૂર બની શકે છે તેનુ તાજુ ઉદાહરણ સામે આવ્યુ છે. મંગળવારે વનનાં વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે કેરળનાં સાયલેન્ટ વેલી જંગલમાં ગર્ભવતી જંગલી હાથી માનવ ક્રૂરતાનો શિકાર બન્યો. અહીં માદા હાથીનાં મોઢામાં ફટાકડાથી ભરેલું અનાનાસ ફાટી ગયુ હતુ. તેના બધા પેઢા ખરાબ રીતે તૂટી ગયા અને તે ખાઈ પણ શકતી નહોતી. આખરે હાથીની મોત થઇ હતી.

પ્રધાન મુખ્ય વન સંરક્ષક (વાઇલ્ડલાઇફ) અને મુખ્ય વાઇલ્ડલાઇફ વોર્ડન સુરેન્દ્ર કુમારે પીટીઆઈને જણાવ્યું હતું કે, એવું માનવામાં આવે છે કે ફટાકડા માદા હાથીને મારવાના ઇરાદાથી ખવડાવવામાં આવ્યા હતા. આ ઘટના અટ્ટાપદીની સાઈલેન્ટ વેલીનાં ફ્રિન્જ વિસ્તારમાં નોંધાઈ હતી. સુરેન્દ્ર કુમારે જણાવ્યું હતું કે મલાપ્પુરમ જિલ્લામાં વેલ્લિયાર નદીમાં 27 મે નાં રોજ હાથીનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે પોસ્ટ મોર્ટમથી તેણી ગર્ભવતી હોવાનું બહાર આવ્યું છે.

તેમણે કહ્યું, “ફોરેસ્ટ અધિકારીઓને ગુનેગારને પકડવાની સૂચના આપવામાં આવી છે. તેને સજા કરવામાં આવશે. હાથીનીની દુ:ખદ મૃત્યુનો મામલો ત્યારે સામે આવ્યો જ્યારે વન અધિકારી મોહન કૃષ્ણને તેના ફેસબુક પેજ પર ભાવનાત્મક પોસ્ટ લખી. માદા હાથીનાં માથાનાં ભાગ સુધી નદીમાં ઉભી જોઇને કૃષ્ણન નામની મહિલા સમજી ગઈ કે તેનું મોત નીપજ્યું છે, આ પછી લોકોને આ કેસની જાણ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.