Not Set/ જેએનયુ દેશદ્રોહ વિવાદ: ઉમર ખાલીદ અને કન્હૈયા કુમારની મુશ્કેલીઓ વધી…

નવી દિલ્હી, દેશની નામી સંસ્થાઓમાં શામેલ જવાહરલાલ નહેરુ યુનીવર્સીટીની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ 9 ફેબ્રુઆરી 2016ની ઘટના મામલે ઉમર ખાલીદની હક્કાલપટ્ટી અને કન્હૈયા કુમાર પર લાગવવામાં આવેલા 10,000 રૂપિયાના દંડની સજા કાયમ રાખી છે. જોકે, જેએનયુ છત્રસંઘે આ કાર્યવાહીને વિદ્યાર્થીના હિતોની વિરુદ્ધ બતાવતા કહ્યું કે નારાબાજીનો જે વીડિઓ સામે આવ્યો હતો, એની સાથે છેડછાડ કરવામાં […]

Top Stories India
469370 kanhaiya kumarumuranirban જેએનયુ દેશદ્રોહ વિવાદ: ઉમર ખાલીદ અને કન્હૈયા કુમારની મુશ્કેલીઓ વધી...

નવી દિલ્હી,

દેશની નામી સંસ્થાઓમાં શામેલ જવાહરલાલ નહેરુ યુનીવર્સીટીની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ 9 ફેબ્રુઆરી 2016ની ઘટના મામલે ઉમર ખાલીદની હક્કાલપટ્ટી અને કન્હૈયા કુમાર પર લાગવવામાં આવેલા 10,000 રૂપિયાના દંડની સજા કાયમ રાખી છે.

kanhaiya anirban umar 1463142085 e1530877106427 જેએનયુ દેશદ્રોહ વિવાદ: ઉમર ખાલીદ અને કન્હૈયા કુમારની મુશ્કેલીઓ વધી...

જોકે, જેએનયુ છત્રસંઘે આ કાર્યવાહીને વિદ્યાર્થીના હિતોની વિરુદ્ધ બતાવતા કહ્યું કે નારાબાજીનો જે વીડિઓ સામે આવ્યો હતો, એની સાથે છેડછાડ કરવામાં આવી હતી. અમે આ મામલામાં અમારા વકીલો સાથે વાત કરી રહ્યા છીએ. ત્યારબાદ આ ફેસલાને કોર્ટમાં પડકારવામાં આવશે. કમિટીએ અફઝલ ગુરુને ફાંસી અપાયાના વિરોધમાં કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં કથિત રાષ્ટ્ર વિરોધી નારાબાજી મામલે ખાલીદ અને  સ્ટુડન્ટ યુનિયનના તત્કાલીન અધ્યક્ષ કન્હૈયા કુમાર સહીત કુલ 21 વિદ્યાર્થીઓને દોષી ગણવામાં આવ્યા હતા.

umar kZWD 621x414@LiveMint e1530877136841 જેએનયુ દેશદ્રોહ વિવાદ: ઉમર ખાલીદ અને કન્હૈયા કુમારની મુશ્કેલીઓ વધી...

કમિટીના ફેસલાની વિરુદ્ધમાં વિદ્યાર્થીઓએ દિલ્હી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. ઓક્ટોબર 2017માં હાઈકોર્ટે કમિટીના ફેસલાની ફરી સમીક્ષા કરી પદાધિકારીઓને નિર્ણય લેવાનો નિર્દેશ કર્યો હતો. હાઈકોર્ટે કન્હૈયા, ઉમર ખાલીદ, અનિર્બન સહીત 15 વિદ્યાર્થીઓને રાહત આપી હતી. કોર્ટે જેએનયુ પ્રશાસનના ફેસલાને ફગાવતા બીજી વાર સુનાવણી કરવાનો નિર્ણય કર્યો હતો.