CMO Sunil Kumar Dead Body/ પ્રયાગરાજના ડેપ્યુટી CMO સુનિલ કુમાર સિંહનો હોટલમાં મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

પ્રયાગરાજના CMO સુનીલ કુમાર સિંહનો હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પ્રયાગરાજના ડેપ્યુટી CMO ની લાશ હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી.

Top Stories India
Untitled 92 પ્રયાગરાજના ડેપ્યુટી CMO સુનિલ કુમાર સિંહનો હોટલમાં મળ્યો મૃતદેહ, હત્યા કે આત્મહત્યા?

પ્રયાગરાજના CMO સુનીલ કુમાર સિંહનો હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. પ્રયાગરાજના ડેપ્યુટી CMO ની લાશ હોટલના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. ડેપ્યુટી CMO સુનીલ કુમાર સિંહ વારાણસીના રહેવાસી હતા.

તાજેતરની માહિતી અનુસાર, આજે તેમનો મૃતદેહ સિવિલ લાઇન્સની હોટલ વિઠ્ઠલના રૂમમાંથી મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, સવારે જ્યારે હોટલના કર્મચારીઓએ મૃતદેહને ફાંસી પર લટકતો જોયો તો તેણે મેનેજરને તેની જાણ કરી. મેનેજરે આ ઘટના અંગે પોલીસ અને ઈન્ચાર્જ CMO ને જાણ કરી હતી. આવી સ્થિતિમાં, માહિતી મળતા, CMO ડો. અશોક કુમાર અને અન્ય અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા ગયા.

પોલીસ તપાસ કરી રહી છે

આ ઘટનાથી સમગ્ર પ્રયાગરાજમાં ખળભળાટ મચી ગયો છે. આ હૃદયદ્રાવક ઘટના વિશે જણાવવામાં આવી રહ્યું છે કે પોલીસ સવારે 10.30 વાગ્યે ઘટનાસ્થળે પહોંચી હતી. આ પછી હોટલના રૂમ નંબર-106નો દરવાજો માસ્ટર કી વડે ખોલવામાં આવ્યો હતો. આવી સ્થિતિમાં હવે ફોરેન્સિક ટીમ રૂમમાં પુરાવા એકત્ર કરી રહી છે.

આત્મહત્યા નહીં, પણ  હત્યા!

નોંધનીય છે કે ડો.સુનિલ કુમાર સિંહ મૂળ વારાણસીના પાંડેપુરના રહેવાસી હતા. સ્સ્પને જણાવી દઈએ કે,  તેઓ સંચારી રોગોના નોડલ ઓફિસર હતા. એટલું જ નહીં તેની પત્ની પણ વ્યવસાયે ડોક્ટર છે. મૃતદેહની હાલત જોઈને આરોગ્ય વિભાગના અધિકારીઓએ આ આત્મહત્યા નહીં પરંતુ હત્યા હોવાની આશંકા વ્યક્ત કરી છે. આવી સ્થિતિમાં પોલીસ હવે આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:નશામુક્તિ કેન્દ્રોનો ઉપયોગ કરી પ્રાઇવેટ આર્મી બનાવવા માંગતો હતો અમૃતપાલ

આ પણ વાંચો:કુમારસ્વામીને પ્રચાર ભારે પડ્યોઃ હોસ્પિટલાઇઝ કરવા પડ્યા

આ પણ વાંચો:પૂણેમાં માર્ગ ગમખ્વાર અકસ્માતમાં ચારના મોત અને 18 ઇજાગ્રસ્ત

આ પણ વાંચો:અમૃતપાલનું સરન્ડર નહી ધરપકડ, ગુરુદ્વારાની મર્યાદાને ધ્યાનમાં રાખી પકડ્યોઃ પંજાબ પોલીસ